Video: દુનિયાના સૌથી ભયાનક રેસ્ટોરન્ટમાં એક ચક્કર મારીએ, જાણો ક્યાં આવેલુ છે આ હવામાં લટકતુ ખૌફનાક રેસ્ટોરન્ટ?
તમે લોકોને થીમ આધારીત રેસ્ટોરન્ટમાં જતા જોયા હશે. આજકાલ આવા રેસ્ટોરન્ટ ખુબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. જો કે આજે જે રેસ્ટોરન્ટની આપણે વાત કરી રહ્યા છીએ તે એકદમ ખૌફનાક છે.
સામાન્ય રીતે લોકોને રેસ્ટોરન્ટ વિશે એવી ધારણા છે કે જાઓ અને ખાઈ પીને મોજ કરીને ઘરે આવી જાવ. જો કે આ રેસ્ટોરન્ટ એટલુ ખૌફનાક છે કે ત્યાં જમતા જમતા જ તમારો પરસેવો છુટી જશે.

હાલ સોશિયલ મીડિયા પર આ ભયાનક રેસ્ટોરન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મોટા વોટર ફોલની વચ્ચે લટકતા ટેબલ પર બેસીને અહીં લોકો ડીનર કરતા જોવા મળી રહ્યા છે. આ વિડિયો જોયા પછી લોકો ખાવા કરતા ખૌફ વધારે ખાઈ રહ્યા છે. આ જગ્યા જોઈને લાગે છે કે તે એડવેન્ચરના શોખીનો માટે જ છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો બ્રાઝિલનો છે અને એક અમેરિકન કપલે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. કપલે વીડિયો સાથે લખ્યુ તે, આ વિચિત્ર રેસ્ટોરન્ટમાં બ્રાઝિલની અજમાવી જોવા જેવી વસ્તુઓનો અનુભવ કરવા ગયા હતા.
જણાવી દઈએ કે, આ રેસ્ટોરન્ટ લગભગ 295 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને એક ધોધ સામે દોરડાની મદદથી લટકેલુ છે. અમેરિકન કપલ આ જગ્યાએ પહોંચ્યું અને ત્યાં ભોજન લીધું. ઉપરાંત, વિડિયોમાં કપલ સ્નેક્સ અને રેડ વાઈન સાથે એડવેન્ચરની મજા લેતુ જોઈ શકાય છે. દૂરથી બનાવેલો વીડિયો જોઈને જેવા જેવાના પ્લાન તો કેન્સલ થઈ જાય તેમ છે.
રેસ્ટોરન્ટમાં જવું એ યમરાજને આમંત્રણ આપવા બરાબર છે. આ ખતરનાક જગ્યાએ લોકોની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. જે લોકો જમવા આવે છે તેઓને અહીં વાયર અને કેબલની મદદથી બાંધવામાં આવે છે. આ કેબલ કાર જેવુ જ છે. જો કે કેબલ કાર બંધ હોય છે પરંતુ અહીં એકદમ ખુલ્લા ટેબલ છે.
બ્રાઝિલના આ સ્થળે જવા માટે 450 ડોલર ચૂકવવા પડે છે, જે ભારતીય ચલણમાં 37 હજાર રૂપિયા બરાબર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
