જાણો શું હોય છે મોક મેરેજ? જાણો કેમ પોપ્યુલર થઈ રહ્યો છે ટ્રેન્ડ?
તમે એકથી એક ચડિયાતા લગ્નો વિશે સાંભળ્યુ હશે. લોકો લગ્ન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે તમને કોઈ એમ કહે કે મોક ટેસ્ટ કે મોક ઈન્ટરવ્યૂની જેમ મોક લગ્ન પણ થાય તો તમને વિશ્વાસ નહીં આવે. જો કે આ સત્ય છે. હવે આ ટ્રેન્ડ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યો છે.
ચૌકાવનારી બાબત છે કે કોલંબિયા, ઓરેગોન, સ્ટેનફોર્ડ, ન્યુયોર્ક, ટોરોન્ટો અને ટેક્સાસ જેવી અમેરિકાની જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભારતીય લગ્ન એટલા પસંદ આવી રહ્યા છે કે તે મોક વેડિંગનું આયોજન કરી રહ્યા છે.

આ લગ્નની સૌથી મોટી ખાસિયત એ છે કેસ આમાં શેરવાની પહેરેલ વિદ્યાર્થી વરરાજા બનીને શણગારેલી ઘોડી પર વરઘોડો કાઢે છે. કેટલાક વિદ્યાર્થીઓ બારાતી બનીને ડાન્સ કરે છે. આ વરઘોડો ધામધૂમથી દુલ્હન પાસે જાય છે. કન્યા સજી ધજીને સ્ટેજ પર બેસે છે. પછી બાકીની ધાર્મિક વિધિઓ શરૂ થાય છે. વિદ્યાર્થીઓ આખા લગ્નની મજા માણે છે અને જલસાથી ખાણીપીણીનો આનંદ લે છે.
ઉત્તર અને દક્ષિણ અમેરિકાના વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોક મેરેજની સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આ લગ્નમાં એવા વિદ્યાર્થીઓને વર વધૂ બને છે જેઓ એકબીજાને ઓળખતા પણ નથી. કેટલીકવાર તે અલગ અલગ યુનિવર્સિટીઓમાંથી પણ હોય છે.
અહેવાલો અનુસાર, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આયોજિત મોક વેડિંગમાં ચાર વર-વધુઓએ ભાગ લીધો હતો. ન્યુ યોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સુમૈયા મુહિત બંગાળી સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા મૉક વેડિંગનું આયોજન કરે છે.
આ આયોજકોનું કહેવું છે કે આ માટે એક મહિના અગાઉથી સ્પર્ધા શરૂ થાય છે, જેમાં વર-કન્યાની પસંદગી થાય છે. આમાં પાકિસ્તાન, નેપાળ અને ભારત સહિત દક્ષિણ એશિયાના 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લગ્નની વિધિ માટે વહીવટી તંત્રની મદદ લેવામાં આવે છે તે તેમને તમામ વિધિઓ વિશે માહિતગાર કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
