માથામાં ત્રણ ગોળીઓ ખાઈને પણ પાકિસ્તાનને ધુળ ચટાવી દીધી, જાણો કારગીલ યુદ્ધના હિરો અને પરમવીર ચક્ર મનોજ પાંડેની
ભારત આઝાદીની પોણી સદી પુરી કરી ચુક્યુ છે અને ભારતની આ અખંડિતતાને અકબંધ રાખવા માટે ઘણા વીર જવાનોએ પોતાનું બલિદાન આપ્યુ છે. આવા જ એક વીર યોદ્રા અને કારગીલ યુદ્ધના હીરો પરમવીર ચક્ર મનોજ પાંડે હતા. આજે આપણે આઝાદીના શુભ અવસર પર તેમના બલિદાન વિશે વાત કરવાના છીએ.
ભારતીય સેનાના જવાનોમાં દેશ માટે કેટલુ જનુન છે એ વાતનો અંજાદ તમે એ વાત પરથી લગાવી શકો છો કે ગોરખા રાઈફલની પ્રથમ બટાલિયનના સૈનિક કેપ્ટન મનોજ પાંડે પરમવીર ચક્ર માટે ભારતીય સેનામાં જોડાયા હતા.

આ વાતનો ખુલાસો તેમને ખુદ ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે તે સેનામાં કેમ જોડાયા તો તેમનો જવાબ સાંભળીને ઇન્ટરવ્યુ પેનલમાં હાજર લોકો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા.
કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન મનોજ પાંડેએ લદ્દાખના બટાલિક સેક્ટરમાં જુબર ટોપ પર કબજો કરવા માટે પોતાની પરવા કર્યા વિના દુશ્મનો સાથે બાથ ભીડી હતી. આ દરમિયાન કેપ્ટન મનોજ પાંડેએ દુશ્મનના બંકરમાં ઘૂસીને ખભા અને પગમાં ગોળી વાગી હોવા છતાં દુશ્મનોનો કચ્ચરઘાણ વાળ્યો હતો,
એટલુ જ નહીં, ગોળી લાગ્યા બાદ પણ તેમણે દુશ્મનના ઘણા બંકરોને નષ્ટ કરી દીધા. આ દરમિયાન ત્રણ ગોળી તેના હેલ્મેટને વીંધીને તેના માથામાં ઘૂસી ગઈ અને તે શહીદ થઈ ગયા.
શહીદ થતા પહેલા કેપ્ટન મનોજ પાંડેએ દુશ્મનોના ઘણા બંકરો નષ્ટ કર્યા અને પોતાની બટાલિયન માટે મજબૂત બેઝ તૈયાર કર્યા હતા. આ પછી ગોરખા રાઈફલ્સે શોધી-શોધીને દુશ્મનોને મોતને ઘાટ ઉતારીને ભારતને વિજય અપાવ્યો.
કેપ્ટન મનોજ પાંડેની અસાધારણ બહાદુરી માટે તેમને સેનાનો સર્વોચ્ચ મેડલ પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો. આ સન્માન તેમના પિતા ગોપી ચંદ પાંડેએ 26 જાન્યુઆરી 2000ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન તરફથી સ્વાકાર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
