જાણો કેવી રીતે થઈ હતી દેશના પહેલા IAS ઓફિસરની ભરતી, પરિક્ષા માટે જવુ પડતુ હતું વિદેશ
આજે દેશના યુવાનો આઈએએસ ઓફિસર બનીને કલેક્ટર જેવા મોટા પદ પર પહોંચવા માંગે છે. આ માટે તે વર્ષો મહેનત કરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દેશના પહેલા આઈએએસ ઓફિસરે આ પદ પર પહોંચવા માટે વિદેશમાં પરીક્ષા આપી હતી.
શું તમે જાણો છો ભારતમાં સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનારા પ્રથમ ભારતીય કોણ હતા? જણાવી દઈએ કે, નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર ભારતના પહેલા આઈપીએસ ઓફિસર હતા.

સત્યેન્દ્રનાથ ટાગોરે ભારતને આઝાદી મળ્યાના ઘણા વર્ષો પહેલા સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હતી. અંગ્રેજો દેશ પર શાસન કરી રહ્યા હતા અને ભારતીયોને સામાન્ય રીતે ઘણા વર્ષો સુધી સિવિલ સર્વિસની પરીક્ષામાં બેસવાની મંજૂરી ન હતી, પરંતુ ટાગોરે તેમની કુશળતા અને જ્ઞાનના આધારે તે પરીક્ષા પાસ કરી હતી.
ઇતિહાસ પર નજર કરીએ તો 17મી સદીમાં અંગ્રેજો ભારતમાં આવ્યા અને અહીં રાજ કરવાનું શરૂ કર્યું પરંતુ વર્ષો સુધી ભારતીયોને બ્રિટિશ સરકારના ઉચ્ચ હોદ્દા પર કામ કરવાની મંજૂરી નહોતી. 1832 માં પ્રથમ વખત મુન્સિફ અને સદર અમીનના પદો માટે ભારતીયોને પસંદ કરવાની મંજૂરી આપી.
આ પછી તેમને ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટર પદ પર પણ નિયુક્ત કરવામાં આવ્યા. જો કે 1860 સુધી ભારતીયો સિવિલ સર્વિસની પરીક્ષામાં બેસી શકતા ન હતા. આ પછી ભારતીયોને પરવાનગી આપવામાં આવી.
1861માં ભારતીય નાગરિક સેવા અધિનિયમ રજુ કરાયા બાદભારતીય નાગરિક સેવાની સ્થાપના કરવામાં આવી. આ પછી ભારતીયો પરીક્ષા આપી શકતા હતા. જો કે, ભારતીયો માટે તે આસાન ન હતું. આ સમયે પરીક્ષા આપવા લંડન જવું પડતું હતું અને અભ્યાસક્રમ વ્યાપક હતો અને તેમાં ગ્રીક અને લેટિન ભાષાઓનો સમાવેશ થતો હતો. આ માટે મહત્તમ વય મર્યાદા માત્ર 23 વર્ષની હતી, જે બાદમાં ઘટાડીને 19 વર્ષ કરવામાં આવી.
જૂન 1842માં જન્મેલા સત્યેન્દ્રનાથ ટાગોર બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમણે ફર્સ્ટ ડિવિઝન મેળવ્યા બાદ પ્રેસિડેન્સી કોલેજ કોલકાતામાં એડમિશન મેળવીને પોતાને સાહિત કર્યા. તે કલકત્તા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં બેસનાર પ્રથમ બેચના વિદ્યાર્થી હતો.
ભારતીય નાગરિક સેવા અધિનિયમ પસાર થયા પછી તેમને મિત્ર મોનોમોહન ઘોષ સાથે મળીને આ પ્રયાસ કરવાનું નક્કી કર્યું. બંને પરીક્ષાની તૈયારી માટે લંડન ગયા હતા અને પરિક્ષા આપી.
મોનોમોહન ઘોષ પરીક્ષામાં સફળ ન થયા પરંતુ 1863માં ટાગોરની પસંદગી થઈ. તે તાલીમ પુરી કરીને 1864 માં ભારત પરત ફર્યા. ત્યારબાદ તેમની પ્રથમ બોમ્બે પ્રેસિડેન્સીમાં નિમણૂક કરવામાં આવી હતી અને બાદમાં તેમને અમદાવાદમાં મદદનીશ કલેક્ટર/મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા. તેમણે 30 વર્ષ સેવા આપી અને 1896માં મહારાષ્ટ્રના સતારાથી ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા.
ભારતમાં સિવિલ સર્વિસ પરીક્ષા યોજવાની વાત કરીએ તો તેની શરૂઆત 1922માં થઈ. ત્યારે તેનું નામ ઈન્ડિયન ઈમ્પીરીયલ સર્વિસીસ હતું. તે બાદમાં તેને સિવિલ સર્વિસમાં બદલી દેવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
