લો બોલો…કાનપુરમાં મહોલ્લાના જ યુવક સાથે પ્રેમ થઈ જતા દાદી પ્રેમી સાથે ફરાર
કહેવાય છે કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી. લોકો પ્રેમમાં કોઈપણ હદ વટાવી જતા હોય છે. હવે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં ચર્ચાએ ચડી છે.
અહેવાલો અનુસાર, અહીં એક દાદીને તેમના જ મહોલ્લામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. આ પછી 50 વર્ષના દાદી પ્રેમી યુવક સાથે ફરાર થઈ ગયા છે. ખાસ વાત એ છે કે આ મહિલા દાદી બની ચૂકી છે અને તેની આ લવ સ્ટોરી પુરા કાનપુરમાં ચર્ચાએ ચડી છે.

પરિવારના લોકોએ જણાવ્યુ કે, આ પહેલીવાર નથી. તેણી અગાઉ પણ ઘર છોડી ચૂકી છે, જેના કારણે પરિવારને અનેકવાર શરમજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. આ વખતે પરિવારના સભ્યોએ તેને પરત લાવવાનો કોઇ પ્રયાસ કર્યો નહીં.
પરિવારનું કહેવું છે કે તેની આ હરકતોને કારણે સમાજમાં તેમની બદનામી થઈ રહી છે, અને હવે તે સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહિલા છેલ્લા ચાર મહિનાથી જોવા ન મળી. શરૂઆતમાં પરિવાર અને પાડોશીઓએ વધારે ધ્યાન નથી આપ્યું, પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી પરત ના ફરી તો લોકો તેના વિશે પૂછપરછ કરવા લાગ્યા. ત્યાર બાદ ખબર પડી કે તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે.
આ મહિલાના પુત્રએ સ્પષ્ટ રીતે જણાવ્યુ કે, જો તેને આવું જ કરવું હતું તો પહેલા ડિવોર્સ લેવા જોઈતા હતા. તેના કારણે અમારે સમાજમાં શરમજનક સ્થિતીમાં પડવુ પડ્યુ છે. હવે અમે તેને ઘરમાં રાખવા માંગતા નથી.
બીજી તરફ મીડિયા રિપોર્ટ અનુસાર, હજુ સુધી આ મામલો પોલીસ સુધી પહોંચ્યો નથી. પોલીસનું કહેવું છે કે હજુ સુધી આ મામલે કોઈ અધિકૃત ફરિયાદ કરવામાં આવી નથી. જો પરિવાર અથવા કોઈ અન્ય વ્યક્તિ ફરિયાદ નોંધાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
