આ દેશોમાં લગ્ન વગર શારીરિક સંબંધ બનાવવા પર કોઈ પ્રતિબંધ નથી, લગ્ન વગર જ માં બની જાય છે છોકરીઓ
દુનિયા ધીરે ધીરે મોર્ડન થઈ રહી છે. વિદેશો સાથે સાથે ભારતમાં પણ લોકો ઝડપથી મોર્ડન થઈ રહ્યા છે. હવે લિવ ઈન રિલેશનશીપ જેવી બાબતો સામાન્ય થઈ રહી છે તો કેટલાક દેશોમાં લગ્ન વગર માં બનવુ સામાન્ય ગણાય છે. આજે અમે તમને દુનિયાના કેટલાક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં આ બધી બાબતો સામાન્ય છે.
લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવા એ કેટલાક દેશોમાં પાપ માનવામાં આવે છે. ઈરાક, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા અને ઘણા અરબ દેશોમાં કડક નિયમો પણ છે. હાલમાં જ ઈન્ડોનેશિયાએ લગ્ન પહેલા આવા સંબંધોને કાયદાકીય અપરાધ ગણવાની શરૂઆત કરી છે.

જો કે વિશ્વના ઘણા એવા દેશો છે જે આ બાબતોમાં ખૂબ જ ઉદાર છે. લગ્ન પહેલાં સંબંધ, લિવ-ઇન રિલેશનશિપ કે લગ્ન વિના માતા બનવું એ ગુનો નથી. પ્યુ રિસર્ચ સેન્ટરના 2018ના રિપોર્ટ અનુસાર, રિસર્ચ સેન્ટરે 40 દેશોના લોકોને પૂછ્યું કે અપરિણીત લોકો વચ્ચે શારીરિક સંબંધ બાંધવો નૈતિક કે અનૈતિક? કે નૈતિકતાનો વિષય નથી? અહીં લોકોએ ખુલ્લીને પોતાના વિચાર જણાવ્યા.
જર્મનીમાં લગ્ન પહેલા સેક્સ અથવા બાળકો પેદા કરવા એકદમ સામાન્ય બાબત છે. એક અંજાદ અનુસાર, અહીં 57 ટકા લોકોએ લગ્ન પહેલાના સેક્સને નૈતિક ગણાવ્યુ તો માત્ર 6 ટકા લોકોએ તેને અનૈતિક કહ્યું. 34 ટકા લોકોએ કહ્યું કે આમાં નૈતિકતા-અનૈતિકતાનો કોઈ પ્રશ્ન નથી.
વેબસાઈટ ગ્રોના 2009ના અહેવાલ મુજબ, 2007 સુધીમાં જર્મનીમાં 30 ટકા મહિલાઓ અપરિણીત માતા બની હતી. 1980 સુધી આ ટકાવારી માત્ર 12 ટકા હતી. સ્ટેટિસ્ટા વેબસાઈટના 2018ના રિપોર્ટ અનુસાર, આ ટકાવારી 33.9 ટકા પર પહોંચી ગઈ હતી.
પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, ફ્રાન્સમાં પણ લગ્ન પહેલાના શારીરિક સંબંધ સામાન્ય છે. ફ્રાન્સમાં 47 ટકા લોકો માટે લગ્ન પહેલાના શારીરિક સંબંધને નૈતિક માને છે અને 47 ટકા લોકો માને છે કે આમાં નૈતિક-અનૈતિક જેવી કોઈ વાત નથી. ફ્રાન્સમાં અપરિણીત માતાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 2018 સુધીમાં અહીં 60.4 ટકા માતાઓ અપરિણીત હતી.
સ્પેનના લોકો પણ આધુનિક છે વિચારો ધરાવે છે અને લગ્ન પહેલા શારીરિક સંબંધને સામાન્ય ગણે છે. અહીં માત્ર 8 ટકા લોકો માને છે કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવો અનૈતિક છે. તો 52 ટકા લોકો તેને નૈતિક કહે છે અને 39 ટકા લોકો તેને નૈતિક-અનૈતિક જેવી કોઈ વસ્તુથી દુર રાખે છે. 2018 સુધીમાં અહીં 44.6 ટકા માતા અપરિણીત હતી.
અમેરિકામાં લગ્ન પહેલાનું સેક્સ કરવું ગેરકાયદેસર નથી. અહીં માતા બનવું એ મહિલાઓની અંગત પસંદગી તરીકે જોવાય છે. પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, 30 ટકા લોકો માને છે કે લગ્ન પહેલા સંબંધ બાંધવો અનૈતિક છે, જ્યારે 29 ટકા લોકો માને છે કે તે નૈતિક છે અને 36 ટકા લોકો માને છે કે નૈતિક-અનૈતિક જેવી કોઈ વસ્તુ નથી. એક અહેવાલ અનુસાર, 2020 માં અમેરિકામાં 40 થી 50 બાળકોનો જન્મ લગ્ન પહેલા થયો હતો.
અમેરિકા કે યુરોપિયન દેશો સિવાય લેટિન અમેરિકન દેશો લગ્ન પહેલા સંબંધ કે સંતાનો મામલે વધુ ઉદાર છે. યેલ યુનિવર્સિટીની યેલ ગ્લોબલ વેબસાઈટના 2017ના રિપોર્ટ અનુસાર, બ્રાઝિલ, ચિલી, કોસ્ટા રિકા, જમૈકા, મેક્સિકો, કોલંબિયા જેવા દેશોમાં 60 ટકા બાળકો લગ્ન પહેલા જન્મે છે. જ્યારે આ તમામ દેશોમાં લગ્ન પહેલા શારીરિક સંબંધની ટકાવારી પણ ઘણી વધારે છે. વેનેઝુએલામાં 61 ટકા લોકોને આમ કરવામાં કોઈ વાંધો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
