એક પતિની વ્યથા : પત્નીને છે અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધ બાંધવાનું વ્યસન
દંપતી વચ્ચે બનેલા 'શારીરિક સંબંધ'ને પરિણીત જીવનનો આધાર માનવામાં આવે છે, પરંતુ જો સ્ત્રીને 'શારીરિક સંબંધ' બનાવવાની લત લાગી જાય અને તે પણ અન્ય પુરૂષો સાથે, તો લગ્નજીવન પતિ માટે બોજ બની જાય છે.
લંડન : દંપતી વચ્ચે બનેલા 'શારીરિક સંબંધ'ને પરિણીત જીવનનો આધાર માનવામાં આવે છે, પરંતુ જો સ્ત્રીને 'શારીરિક સંબંધ' બનાવવાની લત લાગી જાય અને તે પણ અન્ય પુરૂષો સાથે, તો લગ્નજીવન પતિ માટે બોજ બની જાય છે.

લગ્ન કર્યાને થયા છે 20
ધ સનના અહેવાલ મુજબ, એક પીડિત પતિએ આ સંબંધમાં તેની આપવીતી વર્ણવી છે. પતિના કહેવા પ્રમાણે તેની ઉંમર 46 વર્ષ અને પત્નીની ઉંમર 44 વર્ષ છે.
બંને છેલ્લા 20 વર્ષથી સારું લગ્નજીવન જીવી રહ્યા છે. બંનેને 3 બાળકો પણ છે. આમ છતાં તે ઘણી વખત પત્નીના વર્તન પર શંકા કરતો હતો. તેણે વિચાર્યું કે તેની પત્નીતેની સાથે છેતરપિંડી કરી રહી છે.
જ્યારે પણ તે તેની પત્ની સાથે આ વિશે વાત કરવાનો પ્રયત્ન કરતો, તો તેની પત્ની તેને કહેતી કે આવું કંઈ નથી અને આ બધું તેનામગજની ઉપજ છે.

'નવા લોકો સાથે મિત્રતાનો શોખ'
તેની પત્નીને વૈભવી જીવન જીવવાનો શોખ હતો. તે શ્રીમંત માણસો સાથે જીવન પસાર કરવા અને જીવનનો આનંદ માણવા માંગતી હતી.
પતિના કહેવા પ્રમાણે,એકવાર એક સહકર્મચારીએ તેને કહ્યું કે, તેણે તેની પત્નીને એક વૃદ્ધ વ્યક્તિ સાથે રેસ્ટોરન્ટમાં જોઈ છે. જ્યારે તેણે તેની પત્નીને આ અંગે વાત કરી તો તેણે તેનો સ્વીકારકર્યો હતો.

'નવા માણસ સાથે બાંધે છે શારીરિક સંબંધ'
રિપોર્ટ અનુસાર આ વ્યક્તિની પત્નીએ સ્વીકાર્યું કે, તેણે નવા પુરુષો સાથે સેક્સ કર્યું હતું, જેમાં તે ખૂબ જ રોમાંચ અનુભવે છે. પત્નીએ વચન આપ્યું કે, તે આવું ફરીક્યારેય નહીં કરે. તેણીએ કહ્યું કે, તે આ માટે મનોચિકિત્સકનું કાઉન્સેલિંગ લેશે અને તેણે તે કર્યું હતું.

'Google પર શોધતી હતી એસ્કોર્ટ સેવા'
જો કે, ઘણી વખત જ્યારે પતિએ તેની ગુગલ હિસ્ટ્રી ચેક કરી તો જાણવા મળ્યું કે, તે ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસ ચેક કરે છે. જ્યારે પત્નીને આ વિશે પૂછવામાં આવ્યું તોતેણે કહ્યું કે, તે આ ફક્ત તેના માટે જ કરે છે.
આ સાથે પતિ કહે છે કે, તેને ન તો એસ્કોર્ટ સેવાની જરૂર છે અને ન તો પસંદ છે. પત્ની પણ આ જાણે છે, તો પછી તેકોના માટે એસ્કોર્ટ સર્વિસ શોધે છે.

'બોયફ્રેન્ડને મોકલે છે અશ્લીલ મેસેજ'
પતિના કહેવા પ્રમાણે, તે જાણે છે કે, તે હજુ પણ તેના એક બોયફ્રેન્ડને મેસેજ કરે છે. તેણી તેમાં લખે છે કે, તેણી તેની સાથે શું કરવા માગે છે અને કેવી કેવી રીતે કરવામાગે છે. જે બાદ બંને તે આ મેસેજ પર ખુશ થઇ જાય છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે.

પત્નીના સેક્સ 'વ્યસન'થી પરેશાન પતિ
પતિ કહે છે કે, હવે શું કરવું તે સમજાતું નથી. જો તે તેની પત્નીને આ વિશે પૂછશે, તો તે કહેશે કે તેણે જાસૂસી ન કરવી જોઈએ. પતિનું કહેવું છે કે, હવે બંને વચ્ચેવિશ્વાસ અને આદર નથી. જો કે, બંને હજૂ પણ એકબીજાના નજીકના મિત્રો છે, પરંતુ હવે તેમનામાં પતિ-પત્ની જેવી લાગણી નથી.

સોશિયલ મીડિયા પર યુઝર્સ આપી રહ્યા છે પોતાના અભિપ્રાય
પતિની આ સ્ટોરી પર યુઝર્સ રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "તમારા પાર્ટનરને અન્ય પુરૂષો સાથે સંબંધ રાખવાની આદત છે, તે જાણ્યા પછી તેતમને ઘણું દુઃખ આપી શકે છે." અન્ય એક યુઝરે લખ્યું છે કે, પત્ની જે કરી રહી છે તે છેતરપિંડી છે. તે તેના પતિને છેતરીને દાંપત્યજીવન ખરાબ કરી રહી છે.
આ સાથે એક યુઝરે કોમેન્ટ કરી કે, સેક્સ એડિક્ટ સાથે જીવન જીવવું એ એક પડકારજનક પરિસ્થિતિ છે. જો કે, યોગ્ય થેરાપી અને ઈમોશનલ ટચ આપીને તમેપાર્ટનરની આ આદતને પણ દૂર કરી શકો છો અને તમે તમારા સંબંધને પણ બચાવી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
