કૌટુંબિક અદાલત પહોંચ્યો અનોખો કેસ, પત્ની દારૂ ન પીતી હોવાથી પતિ પરેશાન
મધ્યપ્રદેશના કૌટુંબિક અદાલતમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીંના કાઉન્સેલર એમાં જ ગુંચવાયા છે. ઘણી વાર કપલો એકબીજાની દારૂ પીવાની ટેવથી પરેશાન રહેતા હોય છે.
મધ્યપ્રદેશના કૌટુંબિક અદાલતમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીંના કાઉન્સેલર એમાં જ ગુંચવાયા છે. ઘણી વાર કપલો એકબીજાની દારૂ પીવાની ટેવથી પરેશાન રહેતા હોય છે. પરંતુ અહીંનો મુદ્દો થોડો ઊંધો છે. દારૂ ન પીવાની ટેવથી સ્ત્રીના પતિને તકલીફો આવે છે. તે ઇચ્છે છે કે પત્ની ફક્ત ફેમિલી ફંકશનમાં જ દારૂ પીવાનું ચાલુ કરે, જેમ કે અન્ય લોકો પીતા હોય છે.
આ પણ વાંચો: માર્કેટમાં 70 હજાર રૂપિયે કિલો છે, આ ખીરાની કિંમત, સમુદ્રના તળિયે મળે છે

કાઉન્સેલરે કહ્યું - પ્રથમ વાર આવો કેસ સાંભળ્યો
કાઉન્સેલર શેલ અવસ્થિએ કહ્યું કે આ કેસ પોતાનામાં જ કંઈક અલગ છે અને મેં તેના વિશે ક્યારેય સાંભળ્યું નથી. તેમણે કહ્યું કે આ એક મધ્યમ વર્ગનું કુટુંબ છે. પતિ પ્રાઇવેટ જોબ કરે છે અને વધુ પૈસાવાળા લોકો નથી. આખા કુટુંબમાં, માતા, પિતા અને ભાઈ-બહેનો બધાને ફેમિલી ફંકશનમાં દારૂ પીવાનું પસંદ છે પરંતુ તેની પત્નીને તે ગમતું નથી.

સાસરીના લોકો દારૂ પીવા માટે દબાણ કરે છે
દંપતિના લગ્ન પછી થોડા સમય માટે બધું બરાબર હતું, પરંતુ પછીથી સાસરીવાળા મહિલા પર દારૂ પીવા માટે દબાણ કરવા લાગ્યા. મહિલાએ ના પડી તો વિવાદ શરૂ થઇ ગયો. આ દંપતિના ત્રણ બાળકો છે જે 9, 6 અને 4 વર્ષનાં છે. પરંતુ શરૂઆતથી દારૂ પરનો વિવાદ ચાલી રહ્યો છે.

દારૂ પસંદ નથી તો દબાણ ન કરો
શેલ અવસ્થિએ કહ્યું કે 'આ બાબતમાં વિવાદ થાય ત્યારે, પત્ની ઘણી વખત તેના બાળકોને લઈને પિયર જતી રહેતી હતી. તેણે દારૂને સ્પર્શ કરવાનો પણ ઇનકાર કર્યો કારણ કે તેના પરિવારમાં કોઈ પણ તેનું સેવન કરતુ નથી. જો કે, તેણીએ ક્યારેય તેના પતિને દારૂ છોડવાનું કહ્યું ન હતું. કાઉન્સેલર પાસે પહોંચેલી બંને પાર્ટી સમાધાન માટે તૈયાર નહોતી. આના પર, કાઉન્સેલરે તેના પતિ અને તેના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જો પત્નીને પસંદ નથી તો પીવા માટે દબાણ ન કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
