પતિએ 9 વર્ષ ડ્રાઈવિંગ કરીને પત્નીને સિંગર બનાવી, સફળતા મળતા જ લાત મારી દીધી
ઉત્તર પ્રદેશની જ્યોતિ મોર્યની કહાની સામે આવ્યા બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. હવે આવો જ એક કિસ્સો લખનૌમાં સામે આવ્યો છે.
જ્યોતિ મૌર્ય બાદ લખનૌની જ્યોતિ પાંડે ચર્ચાએ ચડી છે. જ્યોતિનો પતિ હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ પ્રખ્યાત ગાયિકા જ્યોતિ પાંડે પર ગંભીર આરોપ લગાવ્યા છે. તે પોતાની પત્નીને પરત મેળવવા માટે હાથમાં પોસ્ટર લઈને પણ ભટકી રહ્યો છે.

લખનૌની સડકો પર ફરતા વ્યક્તિનું નામ અરવિંદ પાંડે છે. અરવિંદનું કહેવું છે કે તેના લગ્ન 9 વર્ષ પહેલા જ્યોતિ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન પછી તેને ખબર પડી કે જ્યોતિને સિંગિંગનો શોખ છે.
આ જાણ્યા પછી અરવિંદે જ્યોતિને સિંગિંગ માટે પ્રોત્સાહિત કરી. તેણે તેનો તમામ ખર્ચ ઉઠાવ્યો. પોતાના સપના પૂરા કરવા માટે તેણે ડ્રાઈવરની નોકરી લીધી. 5 લાખ રૂપિયા ભેગા કર્યા પછી તેણે એક નાનો સ્ટુડિયો બનાવ્યો. તેને મુંબઈનો રસ્તો બતાવ્યો.
વ્યવસાયે ડ્રાઈવર અરવિંદ કહે છે કે જ્યોતિ પહેલા તેની યુટ્યુબ ચેનલ માટે ગીત ગાતી હતી. ચેનલ ધીરે ધીરે હીટ થવા લાગી અને જ્યોતિ લખનૌમાં ઓળખાવા લાગી. પછી તે થોડી જ વારમાં ફેમસ થઈ ગઈ.
જો કે ફેમસ થતાં જ તેનો ઈરાદો બદલાઈ ગયો. અરવિંદ કહે છે કે ફેમસ થયા પછી જ્યોતિને ધર્મેન્દ્ર શુક્લા નામના વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો. આ પછી માર્ચ 2024માં જ્યોતિ ઘરનો તમામ સામાન લઈને નીકળી ગઈ.
અરવિંદે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી તેને ન્યાય મળ્યો નથી. આ મામલે SHO ગોમતી નગર એક્સટેન્શનનું કહેવું છે કે ફરિયાદ મળી છે અને તપાસ ચાલી રહી છે. જ્યારે અરવિંદની પત્ની જ્યોતિ પાંડેને બોલાવીને પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે અરવિંદને દારૂ પીવાની લત છે. દારૂ પીધા પછી ઝઘડા થાય છે. આ કારણે હું તેની સાથે નથી રહેતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
