ડિવોર્સ માટે લગ્ન પછી કેટલા દિવસ સાથે રહેવુ જરૂરી? જાણો શું કહે છે કાયદો?
ધીરે ધીરે ફાસ્ટ થઈ રહેલી દુનિયામાં હવે લગ્ન બાદ તરત જ લેવાતા ડિવોર્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં ડિવોર્સના અલગ-અલગ કાયદા છે. હવે લગ્ન બાદ તરત જ ડિવોર્સ લેતા કપલ વધી રહ્યા છે ત્યારે એ જાણવુ જરૂરી છે કે ભારતમાં આન લઈને શું કાયદા છે?
દુનિયાભરમાં મોટાભાગના દેશોની જેમ ભારતમાં પણ ડિવોર્સ લેવાનો કાયદામાં અધિકાર મળે છે. જો કે ડિવોર્સ લેવા માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડે છે. આ નિયમોમાં એક સમય સીમા પણ છે.

ડિવોર્સ અલગ-અલગ સ્થિતીમાં લેવામાં આવે છે. એક સ્થિતીમાં જેમાં પતિ અને પત્ની બંને ડિવોર્સ માટે સંમત થાય છે. બીજી સ્થિતીમાં પતિ-પત્નીમાંથી કોઈ એક ડિવોર્સની અરજી દાખલ કરે છે. આ બંને પરિસ્થિતિઓમાં ડિવોર્સના અલગ-અલગ નિયમો છે.
આ મુદ્દે કાયદો કહે છે કે, જો વિવાદિત ડિવોર્સ અરજી દાખલ કરવામાં આવે તો તે લગ્નના એક દિવસ પછી પણ ડિવોર્સ માટે અરજી કરી શકાય છે. આવા કેસમાં ડિવોર્સ માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી અને કપલમાંથી કોઈપણ ઈચ્છે ત્યારે ફાઇલ કરી શકે છે.
બીજી તરફ બન્નેની સંમતિથી ડિવોર્સ માટે અરજી દાખલ કરવાની હોય તો તેના માટે ચોક્કસ સમય મર્યાદા છે. કાયદા અનુસાર, પતિ-પત્ની બંને પરસ્પર સંમતિથી અલગ થવા માગે તો આ સ્થિતિમાં લગ્ન એક વર્ષ સાથે રહેવુ જરૂરી છે.
એક વર્ષ સુધી સાથે રહ્યા પછી મ્યુચ્યુઅલ ડિવોર્સ ફાઇલ કરી શકાય છે. આ પછી પણ કોર્ટ સમાધાન માટે 6 મહિનાનો સમય આપે છે. એકવાર 6 મહિના પૂર્ણ થયા પછી કલમ 13B હેઠળ ફરીથી સમય આપવામાં આવે છે.
જો કે આ સમય દરમિયાન અમુક સંજોગોમાં સમય આપ્યા વિના પણ ડિવોર્સ આપી શકાય છે. તે કોર્ટ પર નિર્ભર કરે છે અને દંપતીના સંજોગો જોયા બાદ કોર્ટ નક્કી કરે છે કે ડિવોર્સ માટે ક્યારે મંજૂરી આપવી. આ સ્થિતિમાં એવું કહી શકાય કે કેટલીક પરિસ્થિતિઓ અલગ હોય છે અને કોર્ટ તે સંજોગોના આધારે નિર્ણય લઈ શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
