Viral Video: રડતી બાળકીને ઘોડાએ કંઇ આ રીતે કરાવી ચૂપ
રડતી બાળકીને ચૂપ કરાવતો ઘોડાનો આ અજાયબ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
માત્ર માણસોમાં જ નહીં, પ્રાણીઓમાં પણ દયા અને મમતા જેવી લાગણી હોય છે. પ્રાણીઓ પણ બાળકોને માણસોની માફક જ ખૂબ પ્રેમ કરે છે. આ વાતની સાબિતી પૂરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઘોડો એક રડતી બાળકીને ચૂપ કરાવતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં ઘોડો જે રીતે બાળકીને ચૂપ કરાવે છે, એ જોઇને તમને ઘણું આશ્ચર્ય થશે. નાટિંઘમમાં ઘોડાના તબેલાનો આ વીડિયો છે, જેમાં નાનકડી બાળકી બેબી સિટરમાં એકલી દેખાય છે. બેબી સિટરમાં બેઠેલી આ બાળકી માત્ર 8 મહિનાની છે અને તેનું નામ છે રૂબી. એકલી બેઠેલી રૂબી અચાનક રડવા માંડે છે, રેડ નામના ઘોડાનું ધ્યાન આ તરફ જાય છે. તે રૂબીને રડતી જોઇને પોતાના નાક વડે તેના બેબી સિટરને ઝુલાવવાનો પ્રયત્ન કરે છે.
રૂબી પહેલા તો ડરીને ચૂપ થઇ જાય છે, ધીરે-ધીરે તેનો ડર જતો રહેતાં તે હસવા માંડે છે. બાળકીને ચૂપ થયેલી જોઇને રેડ ખુશ થાય છે અને ઝૂલો ઝુલાવવાનું ચાલુ રાખે છે. ત્યાં હાજર કેર ટેકર આ નજારો જોઇ ભાવુક થઇ ગયો હતો. તેનું કહેવું છે કે, તેણે આજ પહેલાં આવું દ્રષ્ય ક્યારેય નથી જોયું. બાળકીને ચૂપ કરાવતાં ઘોડાનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, લોકોને આ વીડિયો ખૂબ પસંદ પડી રહ્યો છે.
તમે પણ જુઓ આ વાયરલ વીડિયો અહીં...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
