તમારી ક્રશને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો અપવાનો આ ફ્લર્ટિંગ ટિપ્સ, કામ થઈ જશે
તમે કોઈ છોકરીને પસંદ કરો છો પરંતુ તમને ખબર નથી પડી રહી કે તેને તમારા નજીક કેવી રીતે લાવો તો તમારે ફ્લર્ટિંગનો સહારો લેવો જોઈએ. ફ્લર્ટથી તમે સામેની વ્યક્તિ સુધી તમારી ભાવનાઓ પહોંચાડી શકો છો અને તે શું ઈચ્છે છે તેનો અંદાજ પણ મેળવી શકો છો.
ફ્લર્ટિંગ એ એક કળા છે અને તે તમામ લોકોને નથી આવડતી. જો તમે ફ્લર્ટિંગમાં માસ્ટર બનવા માંગતા હોય તો અહીં કેટલીક ફ્લર્ટિંગ ટેકનિક જણાવવા જઈ રહ્યા છીએ. તમે હ્યુમન સાયકોલોજીને સમજીને ફ્લર્ટિંગમાં માસ્ટર બની શકો છો.

આઈ કોન્ટેકટ
આઈ કોન્ટેકટ પુરુષ અને મહિલા બંને માટે સૌથી સામાન્ય કોમન ફ્લર્ટિંગ ટેકનિકમાંથી એક છે. આ ખુલ્લેઆમ અને પ્રત્યક્ષ રીતે કોઈની તરફ તમારી પસંદ અને આકર્ષણ દર્શાવે છે. તેને વધુ સારી રીતે જાણવામાં તમારી રુચિ દર્શાવે છે. આઈ કોન્ટેક્ટ કરવામાં 3 સેકન્ડનો સમય લાગે છે અને ફ્લર્ટિંગની વાત આવે ત્યારે તમે લગભગ સાડા ચાર સેકન્ડ માટે તમારા ક્રશ સાથે આઈ કોન્ટેક્ટ કરી શકો છો.
સાયકોલોજી અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ તરફ આકર્ષાય તો તેની સાથે બબલી આઈ કોન્ટેક્ટ કરે છે. આનાથી તે સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે તે વ્યક્તિ તેમને તે જ રીતે જોઈ રહી છે. એટલા માટે આઈ કોન્ટેક્ટ કરવો એ સૌથી અસરકારક અને બોલ્ડ ટેકનિકમાંથી એક છે.
ખુલ્લીને હસવુ
હસવું એ પણ ફ્લર્ટિંગની એક સારી ટેકનિક છે. તમારા ક્રશ સામે તેનો ઉપયોગ કરવાથી તમારી ગમતી વાત કોઈની સામે સરળતાથી વ્યક્ત કરી શકાય છે. છોકરો અને છોકરી બંનેમાં કોમન છે. સ્મિત તમને વધુ આકર્ષક બનાવે છે.
એક રિસર્ચ અનુસાર, તમારા ચહેરાનો ચાર્મ તમારા ચહેરાની લાગણી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સંશોધન અનુસાર, અસલી સ્મિત એ સૂચવે છે કે તમારી પાસે હસવાની સારી સમજ છે તેમજ કેર અને સકારાત્મક વિચારસરણી છે. જ્યારે કોઈ છોકરી બબલી સ્માઈલ પાસ કરે ત્યારે તે નમ્રતા અને હેલ્પફૂલ સ્વભાવની નિશાની તરીકે જોવાય છે.
હળવો સ્પર્શ કરો
ફ્લર્ટિંગમાં એક કદમ આગળ વધતા તમે તમારા ક્રશને હળવાશથી સ્પર્શ કરો. જ્યારે તમે કોઈને સ્પર્શ કરો ત્યારે નરમ રહેવુ મહત્વનું છે. આનાથી તે નારાજ નહીં થાય. તમે હાથ મિલાવી શકો અથવા ખભા પર હળવો સ્પર્શ કરી શકો છો.
રિસર્ચ અનુસાર, પાર્ટનરની પસંદગીમાં સ્પર્શ મહત્વની ભૂમિકા ભજવે છે. તમારા સ્પર્શથી તેમને ડર ન લાગવો જોઈએ. જ્યારે કેર અને હળવા તણાવ સાથે સ્પર્શ કરવામાં આવે છે ત્યારે નરમ સ્પર્શ ફ્લર્ટિંગની સૌથી અસરકારક તકનીકોમાંની એક હોઈ શકે છે.
તમારા ક્રશને હસાવો
હાસ્ય રોમાંસને સરળ બનાવે છે. જો તમે કોઈને એટ્રેક્ટ કરવા માંગો છો તો મહત્વનું છે કે તમારી પાસે ખુલ્લેઆમ હસવાની સારી રીત હોય. સંશોધન દર્શાવે છે કે હાસ્ય અને પરસ્પર આકર્ષણ નજીકથી જોડાયેલા છે. હાસ્ય ફ્લર્ટિંગમાં સ્પાર્કનું કામ કરે છે. તે તમારી વાતચીતને વધુ મનોરંજક બનાવે છે. જ્યારે તમે ફ્લર્ટિંગ કરતી વખતે હસો ત્યારે તમને જોક્સ અને મનોરંજક વાતચીતના રૂપમાં પસંદ અને રસપ્રદ થવાની શક્યતા વધુ હોય છે.
કોન્ફિડેન્ટ હોવુ
ફ્લર્ટિંગ અને ડેટિંગમાં તમારો આત્મવિશ્વાસ તમારા શારીરિક દેખાવ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આ છોકરા અને છોકરી બંને માટે આકર્ષક છે. ફ્લર્ટિંગની તમામ ટેકનીકોમાં આત્મવિશ્વાસ હોવો સૌથી મહત્વપૂર્ણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
