અહીં એક જ મહિલા સાથે થાય છે તમામ ભાઈઓના લગ્ન, ટોપી જોઈને બધાનો સમય નક્કી કરાય છે
લગ્નને લઈને ભારતમાં અનેક વિવિધતા છે. ઘણી જગ્યાઓએ એક પુરૂષ સાથે ઘણી મહિલાઓ લગ્ન કરે છે તો ઘણી જગ્યાઓ પર એક જ મહિલાના ઘણા પુરૂષો સાથે લગ્ન થા છે. આજે આપણે આવી જ એક વિચિત્ર લગ્ન પરંપરા વિશે વાત કરવાના છીએ.
ભારતના હિમાચલ અને અરુણાચલ પ્રદેશમાં આજે પણ બહુપત્નીત્વ અને બહુપતિત્વના સમાચારો આવતા રહે છે. આજે પણ અહીં આ પ્રથા લાગુ છે. જો કે હવે તે જાહેરમાં નથી થતા. છૂપી રીતે ચલાવવામાં આવે છે. તિબેટમાં ઘણી જગ્યાએ આ પ્રથા હજુ પણ પ્રચલિત છે.

તિબેટમાં ઘણી જગ્યાઓએ સૌથી મોટો ભાઈ છોકરી સાથે લગ્ન કરે છે અને તે પછી નવી પરણેલી મહિલા બાકીના ભાઈઓની સહિયારી પત્ની બનીને રહે છે. સૌથી મોટો ભાઈ પહેલા પત્ની સાથે સમય વિતાવે છે અને પછી તમામ ભાઈઓ ક્રમસર સમય વિતાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે રૂમમાં અંદર કોણ છે તે જાણવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. કોઈ ભાઈ રૂમની અંદર હોય ત્યારે તેની ટોપી રૂમની બહાર લટકતી હોય છે. આ દરમિયાન અન્ય કોઈ ભાઈ રૂમમાં પ્રવેશતા નથી. જો કે હવે આ પ્રથા બહુ ઓછી પ્રચલિત છે.
અહેવાલો અનુસાર, 1950 સુધી તિબેટમાં બૌદ્ધ સાધુઓની સંખ્યા 1 લાખ 10 હજારથી વધુ હતી. તેમાંથી 35 ટકાથી વધુ લગ્ન યોગ્ય ઉમરના હતા. આ સમયમાં પરિવારના સૌથી નાના પુત્રને સાધુ બનવા મોકલી દેવાતો હતો. આ સ્થિતિમાં જમીનના વિભાજનને રોકવા મહિલાની એક જ પરિવારના અન્ય ભાઈઓ સાથે લગ્ન કરવાની પ્રથા શરૂ થઈ. આ પ્રથાનો મુખ્ય હેતુ જમીનનું વિભાજન ન કરવાનો હતો અને તેને ટેક્સ સિસ્ટમથી બચાવવાનો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
