સૈનિકોની કબર પર યુવતીઓનો ડાન્સ વાયરલ, પોલીસ એક્શનમાં આવી
એક તરફ રશિયાના આતંકને કારણે યુક્રેનમાં તબાહીનો માહોલ છે ત્યારે બીજી તરફ એક યુક્રેનિયન યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કબરો પર જઈને ડાન્સ કરતી આ યુવતીનો વીડિયો જોઈને પોલીસ પણ એક્શનમાં આવી છે.
કોઈપણ દેશ માટે પોતાના શહિદોનું સન્માન સૌથી મોટી વાત હોય છે ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. યુક્રેનની બે યુવતીઓ શહીદોની કબર પર ડાન્સ કરતા તેની સામે કાર્યવાહી કરાઈ છે.

અહેવાલો અનુસાર, યુક્રેનના કિવની રહેવાસી આ બન્ને યુવતીઓ પર દેશના સૈનિકોનું અપમાન કરવાનો આરોપ છે. આ અપમાનનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ગુસ્સો છે. જણાવી દઈએ કે આ બંને છોકરીઓ બહેનો છે અને દેશના શહીદોની કબરો પર અશ્લીલ વાયરલ થયા બાદ વિવાદમાં આવી છે.
ડાન્સ સાથે તેણે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં જોવા મળી હતી. આ વીડિયો સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો અને ત્યાંથી વાયરલ થયો.
વીડિયોને લઈને દાવો કરાઈ રહ્યો છે કે આ વીડિયો 24 ઓગસ્ટ યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ટૂંકા કપડા પહેરેલી યુવતીઓ સૈનિકોની કબર પર ઊભી રહીને અશ્લીલ ડાન્સ કરી રહી છે.
જો કે વિવાદ સામે આવ્યા બાદ આ વીડિયોને હટાવી દેવાયો અને માફી પણ માંગવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ યુક્રેનના લોકોમા્ં ગુસ્સો જોવા મળ્યો હતો.
અહેવાલો અનુસાર, યુક્રેનિયન પોલીસે 24 ઓગસ્ટે વીડિયો જોયો હોવાનો દાવો કર્યો છે. વીડિયો મળ્યાના એક કલાકમાં જ પોલીસને ખબર પડી કે બંને યુવતીઓ ક્યાં રહે છે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરી છે અને તેમને 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
