VIDEO: બીચ પર ફોટોશૂટ કરાવી રહેલી મૉડલ પર ભૂંડએ હુમલો કર્યો, હિપ્સ પર કરડ્યું
કેરેબિયન દેશ બહામાસમાં બીચ પર ફોટોશૂટ કરી રહેલી એક ફિટનેસ મૉડેલની સાથે કંઈક એવું બન્યું કે તેને શૂટ છોડી ભાગવું પડ્યું.
કેરેબિયન દેશ બહામાસમાં બીચ પર ફોટોશૂટ કરી રહેલી એક ફિટનેસ મૉડેલની સાથે કંઈક એવું બન્યું કે તેને શૂટ છોડી ભાગવું પડ્યું. હકીકતમાં, ફિટનેસ મોડેલ મિશેલ લેવિસ પિગ આઇલેન્ડમાં ફોટો શૂટ કરવા માટે પહોંચી હતી. જે સમયે તેનું ફોટોશૂટ ચાલી રહ્યું હતું, તે જ સમયે કેટલાક પિગએ તેમની પર હુમલો કર્યો. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બની રહ્યો છે. આ વિડીયોને અત્યાર સુધી 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુંદર દેખાવા યુવતીએ લગાવી હેર ડાય, 'વિજળીના બલ્બ' જેવો બની ગયો ચહેરો

લેવિસ સફેદ બિકીની પહેરી સુંદર પિગ આઇલેન્ડમાં પોઝ આપી રહી હતી
વેનેઝુએલાની 32 વર્ષીય ફિટનેસ મોડેલ મિશેલ લેવિસ સફેદ બિકીની પહેરી સુંદર પિગ આઇલેન્ડમાં પોઝ આપી રહી હતી. તે સમયે કેટલાક પિગ આવ્યા અને મૉડલના હિપ્સ પર કરડ્યું. ઘભરાયેલી મૉડલ ત્યાંથી ઉભી થઇ ભાગી. ત્રણ ચાર પિગ તેની પાછળ પડ્યા. ગમે તે રીતે મિશેલે તેમનાથી પીછો છોડાવ્યો. વિડીયોમાં તે જોઈ શકાય છે કે મોડેલ કેમેરા પર હિપ્સ પર કરડવાનું નિશાન બતાવી રહી છે. તે સ્પેનિશમાં કહી રહી છે - 'મને બચકું ભરી લીધું છે'.

હજાર લોકોએ વિડીયો પર કરી ફની કોમેન્ટ
મિશેલ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તેમની તસ્વીરોને ખુબ પસંદ કરવામાં આવે છે. મિશેલે ત્રણ દિવસ પહેલા આ વિડીયોને તેના Instagram એકાઉન્ટ પર મૂક્યો હતો . આ વીડિયોને અત્યાર સુધી 57 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકોએ વિડીયો પર ફની કોમેન્ટ કરી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ ઝડપથી વાયરલ બની રહ્યો છે.
| |
યુઝર બોલ્યો હું આવો પોઝ નહિ આપું
મિશેલના વિડીયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું કે "ઓહ નો, હું રોયલ કેરેબિયન ક્રુઝ થી ત્યાં જ જઈ રહ્યો છું અને હું આવો જ પોઝ આપવાનો હતો. પરંતુ હવે હું નહીં આપું. કેટલાક યુઝર્સ તેમને રૅબીઝની ચેતવણી આપે છે. યુએસએ ટુડે સાથે વાત કરતી વખતે મિશેલના પતિએ કહ્યું કે કરડ્યા પછી તે નોર્મલ હતી. તેને તબીબી સંભાળની જરૂર નથી પડી. કારણ કે તેના કરડવાથી ત્વચા ફાટી ન હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
