ફ્રાન્સમાં ન્યૂડ રેસ્ટોરન્ટ બંધ થવા જઈ રહ્યું છે, જાણો કારણ
ફ્રાન્સની રાજધાની પેરિસમાં દુનિયાનું પહેલું ન્યૂડ રેસ્ટોરન્ટ હવે બંધ થવા જઈ રહ્યું છે.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં દુનિયાનું પહેલું ન્યૂડ રેસ્ટોરન્ટ હવે બંધ થવા જઈ રહ્યું છે. ન્યૂડ રેસ્ટોરન્ટ જયારે પહેલીવાર પેરિસમાં શરુ થયું હતું ત્યારે દુનિયાભરથી ઘણા લોકોએ તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી. આ રેસ્ટોરન્ટ માલિક ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારસુધીનો અનુભવ તેમની આશા મુજબ નથી રહ્યો અને કસ્ટમરની સંખ્યા ઘટવાને કારણે તેમને આ રેસ્ટોરન્ટ બંધ કરવું પડી રહ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂડ રેસ્ટોરન્ટ બંધ થઇ જશે.

વર્ષ 2016 દરમિયાન માઈક અને સ્ટીફન સાડા એ એક અલગ અનુભવ સાથે ન્યૂડ રેસ્ટોરન્ટ ઓપન કર્યું હતું. તેમને ફૂડ ટેબલ પર લોકો સાથે એક અલગ અને યુનિક ન્યૂડ અનુભવ માટે આ રેસ્ટોરન્ટ શરુ કર્યું હતું. આ રેસ્ટોરન્ટનું નામ ઓ'નેચરલ છે.
આ પણ વાંચો: નોકરીના પહેલા દિવસે 14 માઇલ ચાલીને ઓફિસ પહોંચ્યો, બોસે ગિફ્ટમાં આપી પોતાની કાર
આ રેસ્ટોરન્ટમાં ચેંજિંગ રૂમ અને લોકરની સુવિધા પણ છે, જ્યાં કસ્ટમર પોતાનો મોબાઈલ અને કપડાં રાખી શકે છે. આ રેસ્ટોરન્ટમાં ફૂડ ટેબલ પર મોબાઈલ અથવા કેમેરો લઇ જવું પ્રતિબંધિત છે. રેસ્ટોરન્ટમાં કપલને પહેરવા માટે ચપ્પલની જોડી આપવામાં આવે છે. જો મહિલાઓ ઈચ્છે તો તેઓ હાઈ હિલ સેન્ડલની માંગ કરી શકે છે.
આ પણ વાંચો: આ અનોખા રેસ્ટ્રોરન્ટમાં ખવડાવવામાં આવે છે દરેક વાનગી સાથે સોનું
આ રેસ્ટોરન્ટ બંધ થવાંથી રેગ્યુલર કસ્ટમરમાં નિરાશા છે. કેટલાક કસ્ટમરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ઓ'નેચરલ રેસ્ટોરન્ટમાં તેમનો અનુભવ ખુબ જ સારો રહ્યો છે.












Click it and Unblock the Notifications
