બીમાર ગર્લફ્રેન્ડને ડોનેટ કર્યું લીવર, લગ્ન પણ કર્યા, તેમ છતાં...
ઈશ્ક એક આગ કા દરિયા હે, ડુબ કર પાર જાના હે. દુનિયાનો દરેક પ્રેમી પોતાના પ્રેમને પામવા માટે કેટકેટલાય કષ્ટ વેઠે છે. તેમ છતા ઘણા લોકોનો પ્રેમ અધુરો રહી જાય છે.
ઈશ્ક એક આગ કા દરિયા હે, ડુબ કર પાર જાના હે. દુનિયાનો દરેક પ્રેમી પોતાના પ્રેમને પામવા માટે કેટકેટલાય કષ્ટ વેઠે છે. તેમ છતા ઘણા લોકોનો પ્રેમ અધુરો રહી જાય છે. પ્રેમ એટલે આસાન પણ નથી હોતો જેટલો બોલીવુડની ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે.
વાસ્તવિક જીવનમાં પ્રેમને પામવા અને નિભાવવામાં માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બોયફ્રેન્ડ તેની બીમાર ગર્લફ્રેન્ડને પોતાનું લીવર ડોનેટ કર્યું હતું. જે બાદ બંન્ને લગ્ન કર્યા હતા. તેમ છતા આજે તેઓ દુઃખી છે.

લાંબા સમયથી રિલેશનશીપમાં હતા
વાસ્તવમાં આ ઘટના પાકિસ્તાનના લાહોરની છે. પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ દંપતી સાથે વાતચીત કરી અને જ્યારે તેઓએ તેમની સ્ટોરી શેર કરી, ત્યારે દરેક ભાવુક થઈ ગયા હતા. છોકરાનું નામ શહજાદ છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડનું નામ નૈના છે. બંને સાથે ભણ્યા અને હવે એક જ કંપનીમાં સાથે કામ કરી રહ્યા છે. બંને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા અને તેઓ લગ્ન કરવા માંગતા હતા.
શહઝાદે નૈનાને પોતાના લીવરનો એક ભાગ આપવાની જાહેરાત કરી
થોડા સમય પહેલા જ્યારે નૈનાની અચાનક તબિયત બગડી, ત્યારે ડૉક્ટર્સે કેટલાક એવા રિપોર્ટ આપ્યા હતા, જેને સાંભળીને શહજાદ અને નૈના ખૂબ જ દુઃખી થઇ ગયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, નૈનાને તેના લિવરમાં સમસ્યા છે અને તેનો કેટલોક ભાગ બદલવો પડશે. જો તેને બદલવામાં નહીં આવે, તો નૈનાનો જીવ પણ જઈ શકે છે. આ પછી શહઝાદે નૈનાને પોતાના લીવરનો એક ભાગ આપવાની જાહેરાત કરી હતી.
શહઝાદના પરિવારના સભ્યો લગ્નમાં હાજર રહ્યા ન હતા
શહઝાદના પરિવારના સભ્યો આ માટે તૈયાર ન હતા, પરંતુ શહઝાદે લીવરનો એક ભાગ કાઢીને નૈનાને આપી દીધો હતો. નૈના સ્વસ્થ થઈ ગઈ અને તે પછી બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ શહઝાદના પરિવારના સભ્યો લગ્નમાં હાજર રહ્યા ન હતા. બંને કહે છે કે, તેઓ ખૂબ જ ખુશ છે, પરંતુ એટલું જ દુઃખ છે કે શહઝાદના પરિવારના સભ્યો આ લગ્નથી ખુશ ન હતા. તેમણે જણાવ્યું હતું કેસ પ્રેમથી મોટું આ દુનિયામાં બીજું કઇ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
