અવકાશમાં જનારા વૈજ્ઞાનિકોની ઉમર વધવાનું અટકી જાય છે? જાણો શું છે હકિકત?
ભારતે ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે ત્યારે હવે સ્પેસ સાયન્સમાં લોકોની રૂચી વધી રહી છે. સ્પેસને લઈને લોકોમાં ઘણા સવાલ છે. આમાંથી એક સવાલ એ છે કે અવકાશમાં વૈજ્ઞાનિકોની ઉમર વધતી અટકી જાય છે. આજે આપણે એના વિશેે જ વાત કરવાના છીએ.
અવકાશને લઈને ચાલી આવતી ઘણી માન્યતાઓમા આ એક સૌથી પ્રચલિત માન્યતા છે. ઘણા લોકો માને છે કે અવકાશમાં ગયા પછી વ્યક્તિની ઉમર વધવાનું બંધ થઈ જાય છે. દાવો કરવામાં આવે છે કે અવકાશમાં ગયા પછી તમે કાયમ યુવાન રહી શકો છો.

છેલ્લા કેટલાક દાયકાઓથી વિવિધ દેશ તેના અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલી રહ્યા છે. આઓ વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં ઘણા દિવસો વિતાવીને રહસ્યો ઉકેલવા માટે રિસર્ચ કરતા રહે છે. આ અવકાશયાત્રીઓ અવકાશમાંથી પાછા ફરે ત્યારે તેમાં ઘણા ફેરફારો જોવા મળ્યા થે.
નાસાએ આવા મુસાફરોનો અભ્યાસ કરીને જાણ્યુ છે કે તેમનામાં શું પરિવર્તન આવ્યું છે. અવકાશમાંથી પાછા ફર્યા પછી અવકાશયાત્રીઓમાં એનિમિયા સૌથી સામાન્ય છે. તેને સ્પેસ એનિમિયા પણ કહેવામાં આવે છે.
અવકાશમાં ઉમર નથી વધતી એ સવાલનો સાચો જવાબ જાણવા માટે નાસાએ એક ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટ બે જોડિયા ભાઈઓનો કરાયો હતો. આ બંને ભાઈઓ અવકાશયાત્રી હતા, જેમાંથી એકને અવકાશમાં મોકલવામાં આવ્યા અને બીજા પૃથ્વી પર હતો. સ્કોટ કેલીએ અવકાશમાં 340 દિવસ ગાળ્યા, જ્યારે જોડિયા ભાઈ માર્ક પૃથ્વી પર રહ્યા.
સ્કોટ કેલી જ્યારે અવકાશમાંથી પરત ફર્યા ત્યારે જાણવા મળ્યું કે તેના જીન્સમાં ઘણા ફેરફારો થયા છે. તેમના ડીએનએમાં આવા કેટલાક ફેરફારો જોવા મળ્યા, જે પૃથ્વી પર થતા નથી. આ જ કારણ હતું કે સ્કોટ તેના ભાઈ માર્ક કરતાં નાના દેખાતા હતા.
જો કે આ પછીના 6 મહિનામાં સ્કોટ કેલીના જીન્સમાં ફેરફાર સામાન્ય થઈ ગયો. લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા પછી કેટલાક એવા ફેરફારો થાય છે જેના કારણે તમે તમારી ઉંમરના બાકીના લોકો કરતા થોડા નાના દેખાઈ શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
