સોનાથી પણ મોંઘી મળે છે આ ચા, 10 ગ્રામ માટે ચૂકવવા પડે છે લાખો રૂપિયા
સોનાથી પણ મોંઘી મળે છે આ ચા, 10 ગ્રામ માટે ચૂકવવા પડે છે લાખો રૂપિયા
જો તમે ચા પીવાના બંધાણી હોવ તો તમારા માટે આ લેખ બહુ મહત્વનો છે કેમ કે આ લેખમાં એવી ચા વિશે વાત કરશું જે દુનિયાની સૌથી મોંઘી ચા છે. નોંધનીય છે કે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવ્યો હતો. એશિયાઈ દેશોમાં ચાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 2019માં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. આમ તો આ દિવસે ચાના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ અને મજૂરો માટે વિશેષ કાર્યક્રમ થાય છે, પરંતુ ચા પીવાના શોખીન લોકો પણ આ દિવસને સોશિયલ મીડિયા પર બમ્પર રીતે સેલિબ્રેટ કરવા લાગ્યા છે, તો આવો જાણીએ દુનિયાની સૌથી મોંઘી ચા વિશે.

ચીનમાં છે સૌથી મોંઘી ચા
સામાન્ય રીતે ભારતમાં કીટલીએ ચા 10થી 20 રૂપિયા પ્રતિ કપ મળે છે, જો કોઈ ફેમસ હોટલ કે રેસ્ટોરાંમાં જાઓ તો ત્યાં 100થી 1000 રૂપિયા સુધી ચા મળશે, પરંતુ બહુ ઓછા લોકો હશે જે જાણતા હશે કે દુનિયામાં કંઈક એવી ખાસ ચા પણ છે, જેના ભાવ સોનાની કિંમતથી પણ વધુ છે. જેમાથી એક નામ છે 'દા હૉન્ગ પાઓ ટી'. આ ખાસ ચા માત્ર ચીનમાં જ મળે છે, જે ખરીદીને પીવી બધાની ત્રેવડ નથી.

20 ગ્રામની કિંમત 20 લાખ
બીસીસીના એક રિપોર્ટ મુજબ ચીનમાં 2002માં એક ધની શખ્સે 20 ગ્રામ ધી હૉન્ગ પાઓ ટી ખીરીદ, જેના માટે તેણે 1.80 લાખ યુઆન ચુકવ્યા. ભારતીય ચલણ પ્રમાણે તેની કિંમત 20.43 લાખ રૂપિયા થાય. એવામાં આ ચા સોનાથી ક્યાંય મોંઘી છે.

મહારાની સાજા થઈ ગયાં હતાં
રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું કે ઓરિજનલ દા હૉન્ગ ટી સોનાથી 20 ગણી સુધી મોંઘી હોય છે. જો તમે એક ગ્રામ પણ લેશો તો તમારે 1400 ડોલર ચૂકવવા પડશે, જ્યારે કિલોના હિસાબે લેવા પર 9 કરોડથી વધુ કિંમત ચૂકવવી પડશે. એવામાં આ દુનિયાની સૌથી કિંમતી ચા થઈ. ચીની લોકો મુજબ આ ચાનો ઇતિહાસ બહુ જૂનો છે. મીંગ શાસન દરમિયાન એકવાર અચાનક જ મહારાનીની તબિયત લથડી પડી હતી. જે બાદ ચિકિત્સકોએ તેમને દા હૉન્ગ પાઓ ટી પીવડાવી. આ ચા પીતાં જ મહારાની સાજા થઈ ગયાં હતાં.
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો

આવી રીતે પડ્યું ચાનું નામ
પોતાની રાણીની ફિટ થતી જોઈ રાજા પણ ખુશ થયા અને તેમણે દા હૉન્ગ પાઓની ખેતી કરવાનો આદેશ આપી દીધો. તે પહેલાં આ ચાનું નામ બીજું કંઈક હતું, પરંતુ ચીનુના રાજા અંમેશા લાંબો ચોગો પહેરતા હતા, એવામાં જ્યારે તેમણે ખેતીનો આદેશ આપ્યો તો તેના આધારે જ ચાની પત્તીનું નામ દા હૉન્ગ પાઓ રાખી દીધું.

શું છે ખાસ વાત?
જણાવી દઈએ કે હૉન્ગ પાઓનો છોડવો બહુ જ દુર્લભ હોય છે. તે ગમે ત્યાં ના ઉગાડી શકાય, કેમ કે તેની દેખભાળમાં બહુ મહેનત લાગે છે. દાવો તો ત્યાં સુધી કરાય છે કે આ ચા પીવાથી શરીર કેટલીય ગંભીર બીમારીઓથી લડી શકે છે. જે કારણે તેની હિંમત હંમેશાથી વધુ જ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
