Viral: મગરની પીઠ પર સવારી કરતા માણસનો રોમાંચક વીડિયો
એક એવો વ્યક્તિ જે મગરની પીઠ પર સવાર થવાનું સાહસ કરે છે, તમે પણ જુઓ આ વાયરલ વીડિયો.
કેટલાક લોકો તો મગર નું નામ પડતા જ ભયભીત થઇ જાય છે, પરંતુ વિશ્વમાં કેટલાક લોકો એવા પણ છે જે મગર સાથે રમત કરતાં પણ ખચકાતા કે ડરતા નથી. સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ વિશાળ મગરની પીઠ પર સવારી કરતો નજરે પડે છે. આ વાંચીને તમને કદાચ નવાઇ લાગશે પણ જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે આશ્ચર્યચકિત થઇ જશો.

આ વીડિયોમાં તમે જોઇ શકો છે કે, પાણીમાં શાંતિથી સુતેલા મગરને એક વ્યક્તિ ખોરાકની લાલચ આપી પાણીની બહાર બોલાવે છે. મગર પાણીની બહાર આવે પણ છે. અને તે વ્યક્તિ તેને ખાવા માટે વધુ ને વધુ આગળ બોલાવે છે. તે મગરને ધીરે રહીને ખોરાક ધરે છે. અને જેવો મગર ખાવામાં વ્યસ્ત થાય કે તે વ્યક્તિ તક ઝડપી મગરની પીઠ ઉપર ચડી બેસે છે. એક બાજુ મગર ખાવામાં વ્યસ્ત છે, અને બીજી બાજુ વ્યક્તિ તેની પીઠ પર બેસી સવારીનો આનંદ માણે છે. મગર ખાવાનું પૂરું કરી આગળ વધે છે, ત્યારે પણ તે વ્યક્તિ મગરની પીઠ પર બેસી જ રહે છે. એક સાહિસક વ્યક્તિના મગર સાથેના કારનામાનો આ વીડિયો તમે પણ જુઓ અહીં..
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
