પ્રેમનુ ભૂત ઉતરી જશે અને ઘરમાં ધોલાઈ થશે એ અલગ, ચાલુ બાઈકમાં રોમાન્સ કરતા દેખાયુ કપલ, વીડિયો જોઈ લોકો ભડક્યા
Couple Romance On Bike: તમામ સૂચનાઓ અને દંડ વસૂલવામાં આવતો હોવા છતાં લોકો તેમની હરકતો કરવાનુ છોડતા નથી. ઘણીવાર સ્ટંટ કરવાના શોખીન લોકો ન તો પોતાની સુરક્ષા વિશે વિચારતા હોય છે અને ન તો બીજાની સુરક્ષા વિશે. આવું જ કંઈક તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાપુડમાં જોવા મળ્યું, જ્યાં એક કપલ રસ્તાની વચ્ચે બાઇક પર રોમાન્સ કરવા લાગ્યું.
આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. આ સ્ટંટ વીડિયોના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે હેશટેગ હાપુડ, વાહ શું દ્રશ્ય છે, આ વીડિયો NH 9ના સિંભોલી પોલીસ સ્ટેશનનો છે. બાઇક પર આગળ બેઠેલી વ્યક્તિ સ્પાઈડર વુમન જેવી લાગે છે, બાકી ટ્રાફિકના નિયમોનું શું? એ તો ચાલતા રહેશે.

ક્લિપમાં જોઈ શકાય છે કે છોકરો બાઇક ચલાવી રહ્યો છે અને છોકરી તેને ચોટીને બેઠી છે. છોકરીએ તેને જોરથી ગળે લગાવી દીધો છે. આ સ્થિતિમાં, આગળનો રસ્તો જોવામાં છોકરાને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ હું શું કહું... સ્ટંટના શોખીન લોકો આ બધી બાબતો વિશે ક્યાં વિચારે છે?
આ વીડિયો લોકેશ રાય નામના ટ્વિટર યુઝરે પોતાના ટ્વિટ પર શેર કર્યો છે. હેશટેગ ઉમેરવાની સાથે તેણે હાપુડ પોલીસને પણ ટેગ કર્યું છે. આ સાથે આ ટ્વીટમાં ઉત્તર પ્રદેશ પોલીસને પણ ટેગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે બેદરકારીના આ મામલામાં પોલીસ શું કાર્યવાહી કરે છે.
આ વાયરલ વીડિયો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કપલને પ્રેમના દુશ્મન ગણાવ્યા જ્યારે બીજાએ કહ્યું, વાહ, કેટલું અદ્ભુત છે. એકે કહ્યું કે એક તો બાઇક પણ જીવનના અંતને આરે છે અને તેની ઉપર વાસનાની આગ છે. 10,000નો દંડ થશે એટલે પ્રેમનું ભૂત ઉતરી જશે અને તેમની ઘરે ધોલાઈ થશે એ અલગ.
એક યુઝરે વીડિયો શેર કરનાર વ્યક્તિને પૂછ્યું કે તમને આવા અદ્ભુત વીડિયો ક્યાંથી મળે છે. અન્ય એક યુઝરે કહ્યું કે જ્યારે પણ દુનિયા બે પ્રેમીઓને ત્રાસ આપે છે ત્યારે તેમનો પ્રેમ વધતો જ રહેશે. એક યુઝરે અમિતાભ બચ્ચનની તસવીર પોસ્ટ કરીને કહ્યું કે આ બધું અહીં નહીં ચાલે.
અહીં જુઓ વીડિયો...
#Hapur वाह क्या सीन है, वीडियो NH 9 की थाना सिंभावली की है। बाइक पर आगे बैठा स्पाइडर वीमेन लग रही है, बाकी ट्रैफिक नियमो का क्या? वो तो चलते रहेंगे। @hapurpolice @uptrafficpolice pic.twitter.com/HojqWW2RNE
— Lokesh Rai (@lokeshRlive) October 10, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
