બંગાળમાં યુવાનોને લાગી નશાની વિચિત્ર લત, કૉન્ડોમ ઉકાળીને પી રહ્યા છે પાણી, લઈ રહ્યા છે વરાળ, ચોંકાવનારી વિગતો
જ્યારે અચાનક કૉન્ડોમની માંગમાં વધારો થવાનુ કારણ સામે આવ્યુ ત્યારે કોઈ તેના પર વિશ્વાસ નથી કરી શકતા. જાણો વિગત...
કોલકત્તાઃ અસુરક્ષિત સેક્સથી બચવા માટે કૉન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં જે રીતે કૉન્ડોમનો ઉપયોગ થઈ રહ્યો છે તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. બંગાળના દુર્ગાપુરમાં જ્યારે કૉન્ડોમની ડિમાન્ડ અચાનક વધી ગઈ ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. અહીં યુવાનો નશા માટે કૉન્ડોમનો ઉપયોગ કરી રહ્યા છે. અચાનક કૉન્ડોમની માંગ એટલી વધી ગઈ કે તેની અછત સર્જાઈ. જ્યારે માંગમાં વધારો થવાનુ કારણ સામે આવ્યુ ત્યારે કોઈ તેના પર વિશ્વાસ નથી કરી શકતા.

પશ્ચિમ બંગાળમાં નશા માટે કૉન્ડોમનો ઉપયોગ
પશ્ચિમ બંગાળના દુર્ગાપુર, બિધાન નગર, બેનાચિટી અને મુચીપારા સહિતના ઘણા વિસ્તારોમાં ફ્લેવર્ડ કૉન્ડોમની માંગ ઝડપથી વધી છે. લોકો ખાસ કરીને યુવા ફ્લેવર્ડ કૉન્ડોમ શોધી રહ્યા છે. દુકાનદારોનુ કહેવુ છે કે જ્યાં તેઓ પહેલા 3થી 4 પેકેટ વેચતા હતા હવે તેમની પાસે કોઈ માલ બચ્યો નથી. છોકરાઓ કૉન્ડોમની સૌથી વધુ માંગ કરે છે. ઘણા સ્ટોર્સમાં સ્ટૉક પહોંચ્યાના થોડા કલાકોમાં જ ખતમ થઈ રહ્યો છે.

નશો કરવા માટે કૉન્ડોમ ઉકાળીને સ્ટીમ લે છે, તેનુ પાણી પીવે છે
ત્યાંના એક દુકાનદારે જણાવ્યુ કે જ્યારે તેણે વારંવારકૉન્ડોમ લેવા આવતા એક છોકરાને પૂછ્યુ તો તેણે કહ્યુ કે તે તેનો નશો કરવા માટે ઉપયોગ કરે છે. આ સાંભળીને દુકાનદાર સ્તબ્ધ થઈ ગયો. વળી, દુર્ગાપુરની મંડલ હૉસ્પિટલમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યુ કે છોકરાઓ કૉન્ડોમ ઉકાળ્યા પછી સ્ટીમથી નશો કરે છે, તેને ઉકાળીને તેનુ પાણી પીવે છે જેમાં નશો હોય છે. તેણે કહ્યુ કે કૉન્ડોમમાં ફ્લેવર્ડ કમ્પાઉન્ડ હોય છે, જે આલ્કોહોલ બનાવતી વખતે તૂટી જાય છે. તેમણે જણાવ્યુ કે ડેંડ્રાઈટ ગમમાં પણ આવુ જ સંયોજન જોવા મળે છે.

કૉન્ડોમથી નશો
નિષ્ણાતોના મતે કૉન્ડોમને લાંબા સમય સુધી ગરમ પાણીમાં પલાળીને રાખવાથી તેનુ કાર્બન તૂટી જાય છે અને આલ્કોહોલનુ સંયોજન બની જાય છે. જે છોકરાઓ ડ્રગ્સના વ્યસની હોય તેઓ આ કૉન્ડોમનો ઉપયોગ વરાળ શ્વાસમાં લેવા માટે કરે છે. જર્નલમાં પ્રકાશિત થયેલ એક સંશોધન વર્ણવે છે કે કેવી રીતે કૉન્ડોમમાં સુગંધિત સંયોજનો પીગળ્યા પછી દારૂમાં ફેરવાય છે. તે કોઈને પણ વ્યસની બનાવી શકે છે. આ રિસર્ચ અનુસાર જો કૉન્ડોમને ગરમ ખુલ્લા પાણીમાં લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલા સુગંધિત સંયોજનો તૂટીને પાણીમાં ભળી જાય છે અને આ પાણી નશાકારક બની જાય છે. પશ્ચિમ બંગાળના યુવાનોમાં કૉન્ડોમની વધતી જતી લતે વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
