Chandrayaan 3 : ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે લખનૌ ઇદગાહમાં બાળકોએ નમાઝ અદા કરી, જાણો શું ઇમામે?
ભારતનું ચંદ્રયાન અવકાશમાં મોટી ઉપબલ્ધી હાંસલ કરવાથી માત્ર 24 કલાક દુર છે. 23 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ઉતરવા જઈ રહ્યું છે ક્યારે ભારતના તમામ લોકો તેની સફળતાની દુઆ કરી રહ્યા છે. આ ક્રમમાં લખનૌમાં નમાઝ અદા કરવામાં આવી.
ઉત્તર પ્રદેશના લખનૌમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે સ્થાનિક મુસ્લિમ બિરાદરોએ ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયામાં નમાઝ અદા કરી હતી. આ મુદ્દે વાત કરતા લખનૌ ઇદગાહના ઇમામ ખાલિદ રશીદ ફરંગી મહાલીએ જણાવ્યુ કે, બાળકોએ ઇસ્લામિક સેન્ટર મદરેસામાં નમાજ અદા કરી અને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી.

તેમણે આગળ જણાવ્યુ કે, આવતીકાલે ચંદ્ર પર ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે ઇસ્લામિક સેન્ટર મદરેસાના બાળકોએ પ્રાર્થના કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હિંદુ અને મુસ્લિમ ધર્મમાં ચંદ્રનું મહત્વ છે, જેના કારણે અમને આ મિશન સાથે લગાવ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઇસ્લામિક સેન્ટર મદરેસામાં બાળકો સાયન્સનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને તેઓમા ઘણી ઉત્સુકતા છે. હું મારા હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ISROના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન.
જણાવી દઈએ કે, ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે કાશીમાં પૂજા શરૂ કરાઈ છે. કાશીના ઘણા પ્રસિદ્ધ મંદિરોમાં હવનની પૂજા કરવામાં આવશે અને હનુમાન ચાલીસાના પાઠ કરાશે.
આ સિવાય ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે 21 ઓગસ્ટે વારાણસીના કામાખ્યાના મંદિરમાં હવન પૂજા સાથે વિશેષ પ્રાર્થના કરાઈ હતી. લોકો ચંદ્રયાન-3નો ફોટો લઈને મંદિર પહોંચ્યા અને પૂજા કરીને ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે શુભેચ્છા પાઠવી હતી.
#WATCH | Lucknow Eidgah Imam scholar Khalid Rasheed Firangi Mahali says, "Children offered namaz at Islamic Center madrasa and prayed for the successful landing of Chandrayaan-3...They also study science here so they have a lot of curiosity regarding this. I extend my heartiest… https://t.co/Bo9pG1psFL pic.twitter.com/xRZj0UcjKc
— ANI (@ANI) August 22, 2023
જણાવી દઈએ કે 23 ઓગસ્ટે ISRO ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. જો ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ઉતરશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ઉતરનાર પ્રથમ દેશ બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
