લગ્નના એક કલાક પહેલા દુલ્હને આપ્યો દીકરાને જન્મ, દુલ્હાને થયુ લાખોનુ નુકશાન, પાછા આવ્યા જાનૈયા
બધા લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવાની કોશિશ કરે છે પરંતુ સ્કૉટલેન્ડમાં એક છોકરી સાથે જે થયુ તેને જોઈને સહુ કોઈ ચોંકી ગયા.
નવી દિલ્લીઃ બધા લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવાની કોશિશ કરે છે પરંતુ સ્કૉટલેન્ડમાં એક છોકરી સાથે જે થયુ તેને જોઈને સહુ કોઈ ચોંકી ગયા. હવે તેના લગ્નના સમાચાર આખી દુનિયામાં વંચાઈ રહ્યા છે. સાથે જ તેને અને તેના પતિને ભારે નુકશાન વેઠવુ પડ્યુ છે.

200 ગેસ્ટ બોલાવવામાં આવ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો સ્કોટલેન્ડના સ્ટર્લિંગશાયરનો છે. ત્યાં રેબેકા મેકમિલન અને નિક ચિથમ લગ્ન કરવાના હતા. તેમણે પોતાના લગ્ન માટે એક મોટો મેરેજ લૉન પણ બુક કરાવ્યો હતો જેમાં 200 મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નના દિવસે વરરાજા તૈયાર થવા ગયા અને લૉનમાં મહેમાનો આવવા લાગ્યા.

પાછા ગયા મહેમાન
થોડા સમય પછી વરને સમાચાર મળ્યા કે તેની ભાવિ કન્યા એટલે કે રેબેકાને પ્રસૂતિની પીડા થઈ રહી છે. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેણે એક દીકરાને જન્મ આપ્યો. જ્યારે મહેમાનો લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે કન્યાએ પુત્રને જન્મ આપ્યો છે જેના કારણે લગ્ન થશે નહિ. તે પછી બધા મહેમાનો પાછા ફર્યા.

21 જૂને હતી ડેટ
રેબેકાએ કહ્યુ કે તેણે સપનુ જોયુ કે લગ્ન યાદગાર રહેશે પરંતુ તેેણે ક્યારેય કલ્પના કરી ન હતી કે તે જ દિવસે તેના બાળકનો જન્મ થશે. પ્રેગ્નેન્સીની કહાની જણાવતા તેણે કહ્યુ કે ગયા વર્ષે જુલાઈમાં બંનેની સગાઈ થઈ હતી. જે બાદ તે ગર્ભવતી બની હતી. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેમના બાળકનો જન્મ 21 જૂને થવાનો હતો જેના કારણે તેણે એક મહિના પહેલા એટલે કે 21 મેના રોજ લગ્નનો પ્લાન બનાવ્યો હતો.

થયુ લાખોનુ નુકશાન
ઘણી વખત તેને લાગ્યુ કે તેણે લગ્નની તારીખ લંબાવવી જોઈએ પરંતુ પછી તેને કોરોનાની નવી લહેરનો ડર લાગવા લાગ્યો તેથી તેણે બધી તૈયારી કરી લીધી. તેઓ 5 વર્ષથી ડેટ કરી રહ્યા હતા તેથી તેઓ લગ્નથી ખૂબ જ ખુશ હતા પરંતુ કાર્યક્રમના થોડા કલાકો પહેલા જ તેને દુખાવો થવા લાગ્યો અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. જેના કારણે લગ્ન કેન્સલ કરવા પડ્યા અને તેમને 12 લાખનુ નુકસાન થયુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
