પુરૂષો કરતા મહિલાઓને દારૂનો નશો વધુ ચડે છે? જાણો શું છે હકિકત?
સામાન્ય રીતે મહિલા પુરૂષોની સરખામણીમાં ઓછો નશો કરે છે. દારૂ પીવામાં મહિલાઓ પુરૂષો કરતા પાછળ રહે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હવે મહિલાઓ પુરૂષોને આ બાબતમાં પણ પછાડી રહી છે.
આંકડાઓ અનુસાર, 1991 થી 2000 વચ્ચે જન્મેલી મહિલાઓ પુરૂષો જેટલો જ દારૂ પી રહી છે. અમેરિકી સરકારના આંકડાઓ અનુસાર, 2000 અને 2015 ની વચ્ચે 45 થી 64 વર્ષની વયની મહિલાઓમાં સિરોસિસથી મોતના કેસમાં 57 ટકાનો વધારો થયો છે. બીજી તરફ આ આંકડો પુરૂષોમાં માત્ર 21 ટકા છે.

આ સિવાય 25 થી 44 વર્ષની વયની મહિસાઓમાં સિરોસિસથી મૃત્યુના કેસોમાં 18 ટકાનો વધારો થયો છે તો પુરૂષોમાં સિરોસિસથી મૃત્યુના કેસોમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય દારૂના ઓવરડોઝ બાદ હોસ્પિટલ પહોંચતી મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે.
અહીં ચૌકાવનારી બાબત એ છે કે મહિલાઓ વધુ આલ્કોહોલ નથી લઈ રહી પરંતું આલ્કોહોલ મહિલાઓને પુરુષો કરતા વધુ અસર કરે છે. વૈજ્ઞાનિકોના મતે મહિલાઓના શરીરમાં ખૂબ જ મર્યાદિત માત્રામાં આલ્કોહોલ ડિહાઈડ્રોજેનેઝ એન્ઝાઇમ રિલિઝ થાય છે. આ લિવરમાં સ્થિત હોય છે અને તે શરીરમાં આલ્કોહોલને તોડવાનું કામ કરે છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મનોવિજ્ઞાનના પ્રોફેસર અને મેસેચ્યુસેટ્સની મેક્લીન હોસ્પિટલના વ્યસન મુક્તિ મનોવિજ્ઞાની ડોન સુગરમેન અનુસાર, મહિલાઓને દારૂથી પુરૂષો કરતાં વધુ સમસ્યા થાય છે. આની પાછળ કારણ એ છે કે તે મહિલાઓ પર આલ્કોહોલની અસર અલગ રીતે થાય છે. શરીરમાં હાજર પાણી તેની અસર ઘટાડે છે અને વધુ ચરબી અને ઓછા પાણીને કારણે મહિલાઓ પર દારૂ વધુ અસર કરે છે.
એક ચૌકાવનારી બાબત એ છે કે, જે મહિલાઓ વધુ આલ્કોહોલનું સેવન કરે છે તેને લત લાગવાના વધુ ચાન્સ છે. આને ટેલિસ્કોપિંગ કહેવામાં આવે છે. પુરૂષોની સરખામણીમાં મહિલાઓ મોડે પીવાનું શરૂ કરે પરંતુ તેઓ જલ્દી લતનો ભોગ બને છે. આટલું જ નહીં મહિલાઓમાં લીવર અને હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ પણ વધારે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
