રહસ્યોનું ઘર છે અમેરિકા, નથી ચાહતુ કે આ રહસ્યમય જગ્યા વિશે કોઈપણ જાણે
અમેરિકા તેની રહસ્યમયી ગતિવિધીઓ માટે જાણીતું છે. અવકાશથી લઈને જમીનમાં અમેરિકા દ્વારા ઘણી એવી એક્ટિવિટી કરી રહ્યું છે જેના વિશે તેને આજ સુધી રહસ્ય રાખ્યુ છે. અમેરિકામાં ઘણી એવી જગ્યાઓ છે જેના વિશે આજે કોઈ નથી જાણતું.
અમેરિકામાં આવેલા એરિયા 51 ના નામને બધા જાણે છે પરંતુ ત્યાં શું થાય છે તેની કોઈને જાણ નથી. આજે અમે તમને અમેરિકાના આ સૌથી રહસ્યમય જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ જગ્યાને એરિયા 51 કેમ કહેવાય છે તેની માહિતી કોઈને નથી. આ સ્થળ વિશે પ્રથમ વખત 2013 ચર્ચામાં આવ્યુ જ્યારે સેનાએ તેની વાત કરી. કેટલાક લોકોનું કહેવું છે કે આ જગ્યાને એરિયા 51 એટલે કહેવામાં આવે છે કારણ કે અમેરિકા અહીં પરમાણુ પરીક્ષણ કરે છે. ઘણા લોકો આ વાત સાથે સહમત નથી.
2019માં કેટલાક લોકો અહીં પાર્ટી કરવા પહોંચ્યા હતા તો સેનાએ તેને ત્યાંથી ભગાડ્યા હતા. આજ સુધી કોઈ પણ સામાન્ય માણસને આ જગ્યામાં જવાની મનાઈ છે. અહીં ખરેખર શું થાય છે તે કોઈ જાણતું નથી. અહીં એલિયન અને અન્ય ગ્રહોના જીવો વિશે અહીં સંશોધન ચાલી રહ્યું હોવાના પણ દાવા થયા છે.
અમેરિકા ભલે એરિયા 51 વિશે કોઈ માહિતી ન આપે સામે આવ્યું છે કે તે સતત પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે. અમેરિકા આ સ્થળ વિશે વાત કરવા નથી માંગતું પરંતુ અહીં સતત સંશોધન ચાલી રહ્યું છે. આ સંશોધન આજ સુધી રહસ્ય છે.
કેટલાક લોકો તેને પરમાણુ સંશોધન સાથે સાંકળે છે તો કેટલાક એલિયન્સ સાથે જોડે છે. કેટલાક લોકો દાવો કરે છે કે 1969માં અમેરિકાએ જારી કરેલા ચંદ્રના ફૂટેજ આ સ્થળના હતા. અમેરિકાનો કોઈ અવકાશયાત્રી ચંદ્ર પર ગયો નથી. તેણે આ બધું કામ માત્ર આ સ્થાનને ચંદ્ર જેવું બનાવીને કર્યું.
થોડા સમય પહેલા એરિયા 51માં કામ કરતા એક કર્મચારીએ દાવો કર્યો હતો કે સરકાર તેને આ જગ્યાએથી ગુપ્ત વિમાનમાં ક્યાંક મોકલે છે. આ માટે તેમને રોકડમાં પૈસા આપવામાં આવે છે. ઉડતા વિમાનો પણ ગુપ્ત હોય છે અને રડાર પર તેમના વિશે કોઈ માહિતી નથી હોતી.
એરિયા 51માં કામ કરી ચૂકેલા કેટલાક કર્મચારીઓના મતે આ જગ્યાએ કામ કરવાથી અનેક પ્રકારના રોગો થાય છે. જેમાં ચામડીના રોગોથી લઈને શ્વસન સંબંધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓને બિમારીના કિસ્સામાં કોઈ તબીબી સારવાર આપવામાં આવતી નથી.
બધા રહસ્યો કરતા એલિયન્સનું રહસ્ય સૌથી વધુ પ્રચલિત છે. મોટાભાગના લોકો માને છે કે આ સ્થળને એલિયન્સ સાથે કંઈક લેવાદેવા છે. ઘણા લોકો કહે છે કે તેઓએ આ જગ્યાએ યુએફઓનું ઉતરાણ જોયું છે. એલિયન્સ સાથે જોડાયેલા આવા ઘણા રહસ્યો સમયાંતરે આ જગ્યાએથી બહાર આવતા રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
