અહીંના લોકો નાસ્તો કરવા પણ વિમાન લઈને જાય છે, જાણો ક્યાં આવેલી છે આ ફ્લાય ઈન કમ્યુનિટી?
આજે પણ લોકો આકાશમાં વિમાન નીકળે છે તો કુતુહલ નજરે જોવે છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુુનિયામાં એક જગ્યા એવી છે જ્યાં તમામ લોકો પાસે પોતાના પ્લેન છે અને તે બાઈકની જગ્યાએ પ્લેન વાપરે છે. એટલે કે તમામ નાના મોટા કામ વિમાન લઈને કરે છે.
આ ગામમાં દરેક ઘરની બહાર વિમાનો ઉભા જોવા મળે છે. અહીં પ્લેનને કારની જેમ વાપરવામાં આવે છે. એટલુ જ નહીં અહીંના મકાનોને એવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે તેમાં પ્લેનને સરળતાથી પાર્ક કરી શકાય. અહીં રસ્તા પર કારની જગ્યાએ પ્લેન દોડે છે.

ફ્લોરિડામાં આવેલુ સ્પ્રુસ ક્રીક નામનું આ ગામ રેસિડેન્શિયલ એરપાર્કના નામે જાણીતુ છે. અહેવાલો અનુસાર, અહીં અંદાજે 5 હજાર લોકો રહે છે અને 1300 ઘર છે. આ ગામમાં લગભગ 700 ઘરોમાં હેંગર છે. પ્લેન પાર્ક કરવાની જગ્યાને હેંગર કહેવામાં આવે છે. અહીં કાર માટે ગેરેજ બનાવવાને બદલે લોકો પોતાના ઘરોમાં હેંગર બનાવે છે તેમના પ્લેન ત્યાં પાર્ક કરે છે. પ્લેન ટેકઓફ કરવા માટે ગામ બહાર એક રનવે પણ આવેલો છે.
આ ગામમાં રહેતા મોટાભાગના લોકો પ્રોફેશનલ પાઈલટ છે. આ ઉપરાંત ગામમાં ડોકટરો અને વકીલો પણ રહે છે. આ લોકોને પ્લેન રાખવાનો શોખ છે. અહીંના લોકોને પ્લેન એટલા પસંદ છે કે દર શનિવારે સવારે તેઓ રનવે પર ભેગા થાય છે અને સ્થાનિક એરપોર્ટ પર જાય છે અને ત્યાં નાસ્તો કરે છે. આ લોકો તેને સેટરડે મોર્નિંગ ગેગલ કહે છે.
જો તે તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં સ્પ્રુસ ક્રીક એક જ આવી જગ્યા નથી. અમેરિકાના એરિઝોના, કોલોરાડો, ફ્લોરિડા, ટેક્સાસ, વોશિંગ્ટન અને કેલિફોર્નિયામાં પણ આવા ઘણા ગામ આવેલા છે. જ્યાં લોકો પાસે પોતાના વિમાનો છે. અહીં 600 થી વધુ ફ્લાય-ઇન કમ્યુનિટી રહે છે. સ્પ્રુસ ક્રીક આમાં સૌથી મોટી ફ્લાય-ઇન કમ્યુનિટી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
