સૌથી પહેલા કોના પર લાગ્યો હતો રાજદ્રોહ? જાણો પુરો ઇતિહાસ
લોકશાહી વિરોધી ગણાતા રાજદ્રોહના કાયદાને ખતમ કરવા માટે સરકારે કવાયત શરૂ કરી છે. લાંબા સમયથી વિવાદોમાં રહેલા આ કાયદાનો સરકારો દ્વારા દુરૂપયોગ કરવામાં આવતો હોવાના આરોપ લાગતા હતા. જણાવી દઈએ કે, અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલો આ કાયદો સૌથી પહેલા બાળ ગંગાધર તિલક પર લગાવાયો હતો.
રાજદ્રોહને ઈન્ડિયન પીનલ કોડની કલમ 124Aના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કાયદો 17મી સદીમાં અંગ્રેજો લાવ્યા હતા. આ કાયદો 1837માં બ્રિટિશ ઈતિહાસકાર અને રાજકારણી થોમલ મેકોલે દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે બ્રિટિશ સરકારે આ કાયદાનો ઉપયોગ સરકાર પ્રત્યે સારા વિચાર ન ધરાવતા લોકો ઉપર બેફામ રીતે કરાતો હતો.

ભારતમાંથી અંગ્રેજ સરકાર ગયા બાદ ભારતીય દંડ સંહિતામાં આ કાયદો એમ જ રાખવામાં આવ્યો હતો. જો કે તે પછી સરકાર વિરુદ્ધ બોલનારાઓ પર તેનો ઉપયોગ નહોતો કરાતો. આ કલમનો ઉપયોગ એવા લોકો સામે કરવામાં આવ્યો, જે વાણી, લેખન, હાવભાવ અથવા સંકેતો દ્વારા અથવા અન્ય કોઈપણ માધ્યમથી નફરત ફેલાવતા હોય.
આ કાયદા અનુસાર એવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાય છે જે ભારતીય કાયદા અથવા સરકારી હુકમનો તિરસ્કાર કરે છે અને લોકો અસંતોષની લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.
તમને જણાવી દઈએ કે, ભારતમાં રાજદ્રોહનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 1897માં બાલ ગંગાધર તિલક વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આ સિવાય 19 માર્ચ 1922ના રોજ મહાત્મા ગાંધી વિરુદ્ધ પણ આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાયદાનો ઉપયોગ પંડિત જવાહરલાલ નેહરુ અને ભગત સિંહ વિરુદ્ધ પણ કરવામાં આવ્યો હતો.
રાજદ્રોહ અને દેશ દ્રોહ બિલકુલ અલગ કાયદા છે. દેશદ્રોહના કાયદાનો ઉપયોગ ફક્ત તે જ લોકો વિરુદ્ધ થઈ શકે છે જે દેશ વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ હોય અથવા આતંકવાદી વિચારધારા સાથે દેશ વિરુદ્ધ કામ કરતી કોઈપણ સંસ્થા સાથે સંપર્ક ધરાવતા હોય.
યુદ્ધ અથવા સંબંધિત પ્રવૃત્તિઓમાં વિરોધી દેશનું સમર્થન કરવું પણ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે. જો આમાં દોષી સાબિત થાય તો આરોપીને આજીવન કેદની સજા થઈ શકે છે. જ્યારે રાજદ્રોહની સજા હળવી હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
