લો બોલો...ચોરી કરવા ચોર ફ્લેટમાં ઘુસ્યો અને કંઈ ન મળ્યુ તો મહિલાને કિસ કરીને ફરાર થઈ ગયો, જાણો પુરી ઘટના
સામાન્ય રીતે ચોર ચોરી કરવા આવે ત્યારે કિંમતી વસ્તુઓ મળે કે ન મળે ચુપચાપ નીકળી જાય છે. જો કે મુંબઈમાં એવુ થયુ કે હવે ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાએ ચડી છે.
મુંબઈ પાસે મલાડમાં પોલીસ પાસે એક વિચિત્ર ફરિયાદ આવી છે. અહીં એક ચોર ચોરી કરવામાં ઘરમાં ઘુસ્યો પરંતુ તેને કઈ ન મળતા ઘરની માલકિન મહિલાને કિસ કરીને ફરાર થઈ ગયો.

પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને કાર્યવાહી કરતા આરોપી ચોરની ધરપકડ કરી છે. ફરિયાદ અનુસાર, પીડિત મહિલાએ ચોરને જણાવ્યુ કે તેના ઘરમાં કોઈ કિંમતી સામાન નથી, તો આરોપીએ તેને કિસ કરી અને ભાગી ગયો.
પોલીસે જણાવ્યું કે, છેડતી અને લૂંટના પ્રયાસના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને નોટિસ અપાયા બાદ છોડી દેવામાં આવ્યો છે. આ ઘટના 3 જાન્યુઆરીએ મલાડના કુરાર વિસ્તારમાં બની.
આ ફરિયાદીએ મહિલાએ જણાવ્યુ કે, તે ઘરે એકલી હતી જ્યારે આરોપી ઘરમાં ઘૂસ્યો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. આ પછી તેણે મહિલાને પકડીને તમામ કિંમતી સામાન, રોકડ, મોબાઈલ અને એટીએમ કાર્ડ આપવા કહ્યું. જો કે, જ્યારે મહિલાએ કહ્યું કે તેના ઘરમાં કોઈ કિંમતી સામાન નથી તો આરોપીએ તેને કિસ કરી અને ભાગી ગયો.
આ પછી મહિલાએ કુરાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે આરોપી આ જ વિસ્તારનો રહેવાસી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેસની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. આરોપી તેના પરિવાર સાથે રહે છે અને હાલમાં બેરોજગાર છે.












Click it and Unblock the Notifications
