કરોડપતિની પત્નીને પણ કરવી પડે છે નોકરી, કારણ જાણીને ચૌકી જશો
સામાન્ય લોકોમાં એવી ધારણા છે કે જે લોકો પાસે કરોડોની મિલ્કત છે તે બેઠા બેઠા આરામથી જીંદગી જીવે છે. જો કે હકિકત અલગ છે. અમીરીને ટકાવી રાખવા માટે પણ લોકોને ઘણી મહેનત કરવી પડે છે. હાલમાં જ એક કરોડપતિની પત્નીએ આ બાબતે ઘણા ખુલાસા કર્યા છે.
હાલમાં જ આ મહિલાએ તેની લાઈફ વિશે ઘણા ખુલાસા કર્યા છે. આ મહિલા સોશિયલ મીડિયા પર પોતાની અમીરી વિશે ખુલાસા કરતા જણાવી રહી છે કે તેને આમ રહેવુ કેટલુ મુશ્કેલ પડી રહ્યુ છે. તે પણ ફુલ ટાઈમ જોબ કરી રહી છે.

આ વાત સાંભળીને તમને વિચાર આવતો હશે કે કરોડપતિની પત્નીને કામ કરવાની શું જરૂર? તે આરામથી જલ્સા કરી શકે છે. પેરેનિલ નામની આ મહિલાએ જણાવ્યું છે કે તે એક અમીર ગૃહિણી તરીકે કામ કરે છે અને આ માટે તે બિલકુલ આળસુ ન બની શકે. તેણીને વૈભવી રજાઓ ગાળવી પડે છે અને દરેક સમયે સુંદર દેખાવુ પડે છે. આ માટે પણ તે સતત પ્રયત્નો કરતી રહે છે.
પેરેનિલ જણાવે છે કે, તે માયકોનોસ અને સેન્ટ ટ્રોપેઝ જેવા સ્થળોએ વેકેશન માટે ગઈ હતી. અહીં તે મોંધી જગ્યાઓએ આલીશાન હોટેલ અને પૂલની મજા માણી. તેણે પોતાનો સમય મોંઘી બ્રાન્ડના પર્સ ખરીદવામાં પસાર કર્યો. પેર્નિલ અહીંની મોંઘી નાઈટક્લબમાં ગઈ અને ગ્લેમરસ સ્ટાઈલમાં પોતાને ફ્લોન્ટ કરી.
તેણી કહે છે કે, એક ગૃહિણી તરીકે તેને સાફ-સફાઈ અને રસોઈ કરવાની જરૂર નથી, પરંતુ તેને હંમેશા ટીપટોપ અને સુંદર દેખાવુ પડે છે. પેરેનિલ કહે છે કે સુંદર દેખાવું અને મોંઘી ખરીદી કરવી એ જ તેનું કામ છે.
આ મહિલાની આ પોસ્ટ જોયા પછી ઘણા લોકોએ કમેન્ટ કરી રહ્યા છે. લોકો કહે છે કે તે પણ આવી નોકરી ઈચ્છે છે. એક યુઝરે પૂછ્યું કે, દુબઈમાં અમીર ગૃહિણી બનવા માટે ક્યાં અરજી કરવી? એક યુઝરે લખ્યુ કે, ગૃહિણીનું સંપૂર્ણ સમય બાળકોની સંભાળ રાખવાનું છે. અન્ય એક યુઝરે લખ્યુ કે, કેટલું અર્થપૂર્ણ જીવન. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે જો તેમની પાસે આટલા પૈસા હોત તો તેઓ મોંઘા કપડા અને પર્સ લઈ જવાને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરી દે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
