કચરામાંથી મળેલી બેંક પાસબૂકે વ્યક્તિની કિસ્મત બદલી નાંખી, જાણો શું છે પુરી ઘટના?
ઘણી વખત તમારી સાથે એવી ઘટના બની હશે કે ઘરની સફાઈ કરતા કે કચરાને ફેંકતી વખતે કેટલીક એવી વસ્તુઓ હાથ લાગી જાય છે જે હકિકતમાં અમુલ્ય હોય છે. આવી જ એક ઘટના ચિલીના એક વ્યક્તિ સાથે ઘટી. આ ઘટનાએ તે વ્યક્તિને કરોડપતિ બનાવી દીધો.
અહેવાલો અનુસાર, ચિલીના રહેવાસી એક્ઝિકેલ હિનોજોસા એક દિવસ તેના ઘરની સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન તેને કચરાના ઢગલામાંથી તેના પિતાની 60 વર્ષ જૂની એક પાસબૂક મળી. તેમને આ પાસબૂક ધ્યાનથી જોઈ તો તે આશ્ચર્યચકિત્ત થઈ ગયા.

આ વ્યક્તિના પિતા 10 વર્ષ પહેલા દુનિયા છોડીને વિદાય થઈ ગયા હતા. જ્યારે એક્ઝિકેલે આ પાસબૂકને ધ્યાનથી જોઈ તો તેને ખબર પડી કે વર્ષો પહેલા તેના પિતાએ મકાન ખરીદવા માટે ખાતામાં કેટલાક પૈસા જમા કરાવ્યા હતા.
જ્યારે જમા કરાવાઈ ત્યારે આ રકમ મામુલી 1.40 લાખ પેસો એટલે કે 13480 રૂપિયા હતા. જો કે આ રૂપિયાની જાણ જ્યારે એક્ઝિકેલને થઈ ત્યારે તેની કિંમત લાખોમાં પહોંચી ગઈ હતી.
જે બેંકમાં આ પૈસા જમા હતા તે બેંક બંધ થઈ ગઈ છે અને પૈસા મેળવવા મુશ્કેલ હતા. જો કે પુરી ઘટનામાં એક વસ્તુએ આ રૂપિયા બચાવી લીધા. આ પાસબૂકમાં સ્ટેટ ગેરંટીડ લખેલુ હતુ. આ પછી વ્યક્તિએ સરકારના દરવાજા ખખડાવ્યા. જો કે સરકારે પણ રૂપિયા ચુકવવાની ના પાડી દીધી.
આ વ્યક્તિએ સરકાર સામે કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને રૂપિયા પર પોતાનો દાવો રજુ કર્યો.આ વ્યક્તિએ કહ્યું કે, તેના પિતાએ તેની મહેનતની કમાણીમાંથી પૈસા રાખ્યા હતા અને તે તેના હકદાર છે. દલીલ સાંભળીને કોર્ટે સરકારને લગભગ 1 બિલિયન પેસોની રકમ મોંઘવારી ભથ્થા અને વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો. હવે આ રૂપિયાના ભરોષે તે કરોડપતિ બની ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
