63 વર્ષના અંકલને 25 વર્ષની છોકરી સાથે પ્રેમ થયો, હવે બન્ને સોશિયલ મીડિયા પર છવાયા, જાણો ક્યાંની છે ઘટના?
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે કોની સાથે પ્રેમ થાય તેનું કંઈ કહેવાય નહીં. હવે આ વાતને પુરવાર કરતી એક ઘટના અમેરિકામાં સામે આવી છે. અહીં એક 25 વર્ષની યુવતીને 63 વર્ષના અંકલ સાથે પ્રેમ થયો છે અને બન્ને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, આ ઘટના અમેરિકાની છે. અહીંના 63 વર્ષીય ક્લાઉડિયો સ્પિલાટ્રો પોતાની દીકરીથી નાની છોકરીને ડેટ કરી રહ્યા છે. આ છોકરીનું નામ સેમી અતાડજા છે. બન્ને ડેટ કરવાને લઈને સતત ટ્રોલ થઈ રહ્યા છે ત્યારે હવે બન્ને આ બાબતે ખુલ્લીને વાત કરી છે.

આ મામલે વાત કરતા ક્લાઉડિયોએ કહ્યું કે, જ્યારે તે સેમીના પ્રેમમાં પડ્યા ત્યારે તે જાણતા હતા કે તેની ટીકા થશે. તેમની લવ સ્ટોરી 2017માં શરૂ થઈ. તે સમયે તે એકલતા અનુભવી રહ્યા હતા તેથી તેણે ડેટિંગ એપની મદદથી સેમીને મળ્યા.
તેમને આગળ કહ્યું કે, લોકો કહે છે કે તે પૈસા માટે મારો ઉપયોગ કરી રહી છે અને મને પ્રેમ નથી કરતી, પરંતુ હું અલગ વિચારું છું. સ્પિલાટ્રોએ તેમના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે તે ન્યૂ જર્સીમાં સ્નોબોર્ડ ભાડે આપતી કંપની ચલાવે છે.
જણાવ્યા અનુસાર, તેમના લગ્ન 18 વર્ષ પછી તૂટી ગયા હતા, આ સ્થિતિમાં તેઓ નવા જીવનસાથીની શોધમાં હતા. સેમીને મળ્યા પછી તેમનું જીવન બદલાઈ ગયું છે. તે સુંદર, યુવાન અને એક્ટિવ પાર્ટનર છે. જેને તે શોધી રહ્યા હતા.
અહીં સેમીએ પણ ખુલ્લીને પોતાની વાત જણાવી. તેણે કહ્યું કે, તે છોકરાઓથી છેતરાઈને કંટાળી ગઈ હતી. આ સ્થિતિમાં તેણે સ્પિલાટ્રોનો હાથ પકડ્યો. તે પરિપક્વ છે અને તેના વિશે બધું સમજે છે. આ પછી તેણે ટિકટોક વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને બન્ને છવાઈ ગયા. કેટલાક લોકો સેમીને ગોલ્ડ ડિગર પણ કહે છે. જો કે તેેને તેનાથી કોઈ ફરક પડતો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
