શું હોય છે ડિજિટલ ગેંગરેપ? જેનો ભોગ મેટાવર્સમાં 16 વર્ષીય યુવતી બની
દુનિયા ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આગળ વધી રહી છે. હવે તમામ કામ ઓનલાઈન થઈ રહ્યા છે ત્યારે ફેસબૂકની પેરેન્ટ કંપની મેટાવર્સમાં ડિજિટલ ગેંગરેપની વિચિત્ર ઘટના સામે આવી છે.
મેટાવર્સમાં વર્ચ્યુઅલ રિયાલિટી ગેમમાં ગેંગ રેપનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના તમામ લોકોને ચૌકાવી રહી છે. બ્રિટનમાં એક યુવતીએ પોલીસમાં વર્ચ્યુઅલ ગેંગરેપનો કેસ નોંધાવ્યો છે.

યુવતી અનુસાર, તે VR હેડસેટનો ઉપયોગ કરીને ઓનલાઈન અવતાર દ્વારા લોકો સાથે કનેક્ટ થઈને ડિજિટલ દુનિયામાં ગેમ રમી રહી હતી. તે સમયે, છ અવતારોએ તેને ઘેરી લીધી અને કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો.
શું છે મેટાવર્સ વર્ચ્યુઅલ વર્લ્ડ?
ઈન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં કોઈપણ વ્યક્તિ પોતાનો વર્ચ્યુઅલ અવતાર બનાવી શકે છે. એક રીતે તે વર્ચ્યુઅલ વિશ્વમાં યુઝરનુ શરીર છે. તે એનિમેશન છે પરંતુ તે સંપૂર્ણપણે અસલી લાગે છે. આ પછી યુઝર VR હેડસેટ પહેરે છે અને વર્ચ્યુઅલ વિશ્વમાં પહોંચે છે.
વર્ચ્યુઅલ દુનિયામાં આના દ્વારા લોકો એકબીજાને ઓળખે છે અને આ દ્વારા લોકો મિત્ર કે દુશ્મન પણ બને છે. જો કે તેનાથી કોઈ શારીરિક નુકસાન થતું નથી, પરંતુ વ્યક્તિના વર્ચ્યુઅલ અવતારને ટોર્ચરિંગ કે શોષણ કરવાથી વાસ્તવિક લાઈફમાં નુકસાન થાય છે.
શું છે વર્ચ્યુઅલ બળાત્કાર?
ઇન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં બળાત્કાર જેવો ગંભીર ગુનો સાંભળવા મળે છે. જ્યારે વર્ચ્યુઅલ વિશ્વ સાથે જોડાયેલ વ્યક્તિ VR હેડસેટ પહેરે ત્યારે તે બધી વસ્તુઓ જાણે વાસ્તવિક હોય તેવું અનુભવે છે. કાયદેસર રીતે તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી પરંતુ જો કોઈ વ્યક્તિ વર્ચ્યુઅલ દુનિયામાં આવીને યુઝરને બળજબરીથી સ્પર્શ કરે તો તે યૌન શોષણની શ્રેણીમાં આવે છે.
હવે આવી જ રીતે એક વ્યક્તિ પર બળાત્કારની ઘટના સામે આવી છે. આ કારણે પીડિત માત્ર શારીરિક જ નહીં પરંતુ ચોક્કસપણે માનસિક રીતે પણ પરેશાન છે. ઘણી વખત આના કારણે પીડિત લાંબા સમય સુધી આઘાતમાં જતા રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
