500 વર્ષથી બરફમાં છૂપાયેલી બાળકોની લાશોએ ખોલ્યુ રહસ્ય
બ્યૂનોસ એરેસ, 30 જુલાઇઃ અર્જેન્ટિનામાં 500 વર્ષ પહેલા બે બાળકી અને એક બાળકને બરરફાચ્છાદિત પર્વતમાં દફન કરી દેવામાં આવ્યા હતા. જે વૈજ્ઞાનિકોને મળી આવ્યા હતા. મૃતદેહો એ અવસ્થામાં મળ્યા હતા કે કોઇને લાગે જ નહીં કે આ 500 વર્ષથી અહી દફન હશે. સોમાં લોહી હજુ પણ છે, ત્વચા પર ચમક અને શરીરના હાડકાંઓ આજે પણ એટલા જ મજબૂત છે, જેટલા પાંચસો વર્ષ પહેલાં હતા. જો કે, હવે તેની સાથે જોડાયેલા રહસ્યો બહાર આવી રહ્યાં છે.
આ મમી વિશ્વના શ્રેષ્ઠ પ્રિસર્વડ મમી છે, એટલે કે સૌથી સુરક્ષિત ઢંગથી રાખવામાં આવેલા છે. વૈજ્ઞાનિકો દ્વારા આ 500 વર્ષ જૂના મૃતદેહો સાથે જોડાયેલા રહસ્યો અને તથ્યોને જાણવા માટે બાળકીઓના વાળને ચકાસવામાં રહ્યાં છે. સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે, 13 વર્ષીય બાળકીને આલ્કોહોલ, કોકાના પત્તા, કેકોઇએનના હેવી ડોઝ આપવામાં આવ્યા હતા. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે, જ્યારે તેમને દફન કરવામા આવ્યા તેના પહેલા આ બધુ તેમને આપવામાં આવ્યું હશે, કારણ કે મૃતદેહના મોઢામાં કોકાના પત્તાના અંશો અને આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું છે.નોંધનીય છે કે જ્યારે આ મૃતદેહો મળ્યા ત્યારે તેમના અંગે એક ખાસ વાત એ બહાર આવી હતી કે આ મૃતદેહો પર ઇજીપ્ત પુરાતન કાળની જેમ કોઇ રસાયણનો લેપ વગેરે લગાવવામાં આવ્યો નથી, પરંતુ સીધા લઇ જઇને બરફના પર્વતોમાં દફન કરી દેવામાં આવ્યા. આ મૃતદેહોની સ્થિતિ જે પણ છે, તે ત્યાનાં વાતાવરણના કારણે છે. વૈજ્ઞાનિક આ પર્વતો પર આવા અનેક મૃતદેહોની શોધવામાં આવી રહ્યાં છે, જેમને દફનાવવામાં આવ્યા. વૈજ્ઞાનિકોને જ્યારે આ મૃતદેહ મળ્યા તો તેમણે ઇતિહાસકારોનો સંપર્ક કર્યો, ત્યારે જઇને જાણવા મળ્યું કે અંદાજે 500 વર્ષ પહેલા ધાર્મિક અનુષ્ઠાન અંતર્ગત બાળક-બાળકીઓની આ પ્રકારે બલી આપવામાં આવતી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
