500 વર્ષથી બરફમાં છૂપાયેલી હતી બાળકોની લાશો
બ્યૂનોસ એરેસ, 24 જૂનઃ 500 વર્ષ પહેલા એક ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું અને તે અંતર્ગત બે બાળકીઓ અને એક બાળકને અર્જેન્ટિનામાં એક બરફાચ્છાદિત પર્વતમાં દફન કરી દેવામાં આવ્યા. 1999માં અર્જેન્ટિનાના વૈજ્ઞાનિક જ્યારે માઉન્ટ લુલાઇલાકો પર પહોંચ્યા તો ચિલી સીમા નજીક અંદાજે 300 માઇલની દૂરી પર તેમને બાળક અને બાળકીના મૃતદેહો મળ્યાં.
મૃતદેહને જોઇને કોઇ કહીં શકે નહીં, કે તેમની મોત 500 વર્ષ પહેલા થઇ ગશે, નસોમાં લોહી હજુ પણ છે, ત્વચા પર ચમક અને શરીરના હાડકાંઓ આજે પણ એટલા જ મજબૂત છે, જેટલા પાંચસો વર્ષ પહેલાં હતા. આટલું વાંચ્યા બાદ તમને કદાચ વિશ્વાસ નહીં થતો હોય, પરંતુ આ સાચું છે અને તેની શોધ અર્જેન્ટિનાના વૈજ્ઞાનિકોએ કરી છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ મમી વિશ્વના શ્રેષ્ઠ પ્રિસર્વડ મમી છે, એટલે કે સૌથી સુરક્ષિત ઢંગથી રાખવામાં આવેલા છે.
ખાસ વાતએ છે કે આ મૃતદેહો પર ઇજિપ્ત પુરાતન કાળની જેમ કોઇ રસાયણનો લેપ વગેરે લગાવવામાં આવ્યો નથી, પરંતુ સીધા લઇ જઇને બરફના પર્વતોમાં દફન કરી દેવામાં આવ્યા. આ મૃતદેહોની સ્થિતિ જે પણ છે, તે ત્યાનાં વાતાવરણના કારણે છે. વૈજ્ઞાનિક આ પર્વતો પર આવા અનેક મૃતદેહોની શોધવામાં આવી રહ્યાં છે, જેમને દફનાવવામાં આવ્યા. વૈજ્ઞાનિકોને જ્યારે આ મૃતદેહ મળ્યા તો તેમણે ઇતિહાસકારોનો સંપર્ક કર્યો, ત્યારે જઇને જાણવા મળ્યું કે અંદાજે 500 વર્ષ પહેલા ધાર્મિક અનુષ્ઠાન અંતર્ગત બાળક-બાળકીઓની આ પ્રકારે બલી આપવામાં આવતી હતી.

મૃત્યું વખતે ઉંઘી રહ્યાં હતા
વૈજ્ઞાનિકો અનુસાર જે સમયે આ બન્નેના મૃત્યું થયા ત્યારે તેઓ ઉંઘી રહ્યાં હતા. આજે પણ બન્ને તરફ જોઇએ તો એવું લાગે છે કે તે ઉંઘી રહ્યાં છે.

આજે પણ તેવા જ છે
ઉંઘતા-ઉંઘતા આ બાળકોનું મોત નીપજ્યં. આ જ કારણ છે કે, તેમના હાથ-પગની પોઝીશન આજે પણ તેવી જ છે. એટલે સુધી કે તેમા વાળોને પણ નુક્સાન પહોંચ્યું નથી.

આંતરિક અંગ આજે પણ છે, નસોમાં છે લોહી
ખાસ વાત એ છે કે આંતરિક અંગ આજે પણ હયાત છે, એટલું જ નહીં લોહી જામેલું છે અને તે આજે પણ લાલ છે.

ડીપ ફ્રીજિંગ વાતાવરણમાં મૃતદેહો
વૈજ્ઞાનિકોએ આ મૃતદેહોને ડીપ ફ્રીજિંગ વાતાવરણમાં રાખવામાં આવ્યા છે. જેથી તેમને કોઇ નુક્સાન પહોંચ્યુ નથી. શોધ માટે વૈજ્ઞાનિકો ઘણી સાવધાની રાખી રહ્યાં છે.

બન્ને મૃતદેહો મ્યુઝિયમમાં
હાલના સમયે આ બન્ને મૃતદેહો મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યા છે. ડીપ ફ્રીઝ શૂન્યથી નીચા તાપમાનમાં છે, જેથી આ વાતાવરણ તેમને ત્યાં પણ મળે. જેના કારણે તે આજે પણ સડ્યાં નથી.

આ મમી નથી
વૈજ્ઞાનિકો તેને મમી માની રહ્યાં નથી. વૈજ્ઞાનકોનું કહેવું છે કે મમી એ હોય છે, જેને કોઇપણ તાપમાનમાં રાસાયણિક લેપ વગર રાખી શકાય.

દફન કરી શકાય તેવી વસ્તુઓ પણ
આ મૃતદેહોની આસપાસ એ વસ્તુઓ પણ મળી આવી, જેનો ઉપયોગ કરીને 500 વર્ષ પહેલા બાળકોને દફન કરવામાં આવ્યા હશે.

અર્જેન્ટિનાના એ પર્વતો
આ અર્જેન્ટિનાનાએ પર્વતો છે, જ્યાં આ બાળકો મળી આવ્યા. અહીં વૈજ્ઞાનિકો અવાર-નવાર શોધ કરવા માટે જાય છે. એક પુરાતત્વ શોધ દરમિયાન આ બાળકો મળી આવ્યા.

મ્યૂઝિયમમાં મૃતદેહો
આ અર્જેન્ટિનાના પર્વતો પર મળ્યા છે અને તેમને એક મ્યૂઝિયમમાં સાચવણ અર્થે મુકવામાં આવ્યા છે.

જોહાન રિનહાર્ડે કરી શોધ
આ વિશ્વની સૌથી ઉંચાઇ પર કરવામાં આવેલી પુરાતાત્વિક શોધ છે, જેને માનવશાસ્ત્રી જોહાન રિનહાર્ડે કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
