Video : એક પરણેલા પુરૂષ માટે જાહેરમાં જ 4 મહિલાઓ વચ્ચે મારામારી, જાણો શું છે પુરી ઘટના?
પ્રેમ પ્રકરણ અને આડા સંબંધોને કારણે ઘણી વખત જાહેરમાં જ પુરૂષોની ધોલાઈ થઈ જતી હોય છે. જો કે આ ઘટના થોડી અલગ છે અને અહીં પુરૂષ નહીં પણ તેના માટે અન્ય ચાર મહિલાઓ વચ્ચે મારામારી થઈ ગઈ.
આ ઘટના અમેરિકાની છે. અહીં એક કસીનોમાં 4 મહિલાઓ એક પુરૂષ માટે સામસામે આવી ગઈ. અહેવાલો અનુસાર, લાસ વેગાસની આ ઘટના 9 જુલાઈની છે અને એક હોટલની છે. અહીં આ પુરૂષની પત્ની તેની ફ્રેન્ડે પતિની ગર્લફ્રેન્ડ અને તેની ફ્રેન્ડ સાથે મારામારી કરી હતી.

પત્નીને તેના પતિના અફેરની જાણ થઈ તો તે ગુસ્સામાં તેની ફ્રેન્ડ સાથે કેસિનો પહોંચી. અહીં પોકર ટુર્નામેન્ટ ચાલી રહી હતી. તેને અહીં પહોંચીને પતિની ગર્લફ્રેન્ડ અને તેની ફ્રેન્ડને બાથરૂમ પાસે ઘેરી લઈને મારપીટ શરૂ કરી દીધી.
થોડી જ વારમાં બન્ને વચ્ચે લાત અને મુક્કાબાજી શરૂ થઈ ગઈ. વીડિયોમાં બન્ને એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે. બન્ને વચ્ચે મામલો એટલો બીચક્યો કે બન્નેએ એકબીજાના કપડા પણ ફાડી નાંખ્યા.
વીડિયોમાં આસપાસ ઉભેલા લોકો તેનો વીડિયો બનાવતા જોવા મળે છે. કેસિનોમાં હાજર એક વ્યક્તિએઆ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો અને જોતા જોતા જ વાયરલ થઈ ગયો.
When I go allin everything happens 🤣🤣🤣 @WynnPoker @WynnLasVegas @PokerNews pic.twitter.com/Opvlrh6T78
— Silvio Crisari (@silviocrisari) July 10, 2023
બબાલ બાદ સુરક્ષાકર્મીઓએ મહિલાઓને મહામહેનતે રોકી હતી. વીડિયોમાં સુરક્ષાકર્મી મહિલાના કપડા ઠીક કરતા જોવા મળી રહ્યા છે. ગર્લફ્રેન્ડ ડેનિયલએ જણાવ્યું કે તે બાથરૂમ જઈ રહી હતી તે દરમિયાન તેના પ્રેમીની પત્નીએ પાછળથી હુમલો કર્યો. તે બદલો લેવા આવી હતી.
24 વર્ષીય ડેનિયલએ કહ્યું કે તે એક પરિણીત પુરુષને ડેટ કરી રહી છે અને બંને વચ્ચે અફેર છે. બીજી તરફ મારામારી કરનારી પત્ની અને તેની ફ્રેન્ડ ફરાર થઈ ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
