T20 WC પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, ફેબિયન એલન ઈજાગ્રસ્ત થતા બહાર થયો!
યુએઈ અને ઓમાનના મેદાન પર રમાઈ રહેલા ટી 20 વર્લ્ડ કપમાં સુપર 12 ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને રનર્સ અપ ઈંગ્લેન્ડ વચ્ચેની મેચથી થવાની છે, જોકે આ મોટી મેચ પહેલા કેરેબિયન ટીમને મોટો આંચકો લાગ્યો છે.
નવી દિલ્હી : યુએઈ અને ઓમાનના મેદાન પર રમાઈ રહેલા ટી 20 વર્લ્ડ કપમાં સુપર 12 ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને રનર્સ અપ ઈંગ્લેન્ડ વચ્ચેની મેચથી થવાની છે, જોકે આ મોટી મેચ પહેલા કેરેબિયન ટીમને મોટો આંચકો લાગ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ફેબિયન એલન એડીની ઈજાના કારણે ટી 20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે, તેની જગ્યાએ વેસ્ટ ઈન્ડિઝ ટીમે અકીલ હુસૈનને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો છે. આઈસીસીની ટેકનિકલ સમિતિએ અકીલ હુસૈનને ટીમમાં જોડાવા માટે મંજૂરી આપી દીધી છે. ડાબા હાથના સ્પિન બોલર અકીલ હુસૈને વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધી 9 વનડે અને 6 ટી 20 માં ભાગ લીધો છે.

ઉલ્લેખનિય છે કે, હુસૈન વેસ્ટ ઈન્ડિઝ ટીમની અનામત ટુકડીનો ભાગ હતો અને કોવિડ-19 ને કારણે જારી કરાયેલા નિયમો અનુસાર આ વધારાના ખેલાડીઓએ ટીમ સાથે મુસાફરી કરવી પડશે. બીજી બાજુ 15 સભ્યોની ટીમમાં હુસૈનના સમાવેશને કારણે અનકેપ્ડ ખેલાડી ગુડાકેશ મોતીને વેસ્ટ ઈન્ડિઝ ટીમની રિઝર્વ ટીમમાં તક આપવામાં આવી છે.
જો ટી 20 વર્લ્ડ કપમાં કોઈ ખેલાડીનું કરવું હોય તો ખેલાડીને આઈસીસીની ટેકનિકલ કમિટી પાસેથી મંજૂરી મેળવવી પડે છે, તે પછી જ તેને સત્તાવાર જગ્યા આપી શકાય છે. આઇસીસી ટી 20 વર્લ્ડ કપ માટેની ટેકનિકલ સમિતિમાં ક્રિસ ટેટલી (કમિટી હેડ), ક્લાઇવ હિચકોક (સિનિયર ક્રિકેટ ઓપરેશન મેનેજર), રાહુલ દ્રવિડ અને ધીરજ મલ્હોત્રા (બીસીસીઆઇ પ્રતિનિધિ), સિમોન ડલ અને ઇયાન બિશપનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 3 ઓક્ટોબરે સુપર 12 માં ઈંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે. આ ટીમને વર્લ્ડ કપ જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે, તેના મોટાભાગના ખેલાડીઓ તાજેતરમાં સમાપ્ત થયેલા CPL અને IPL 2021 નો ભાગ છે. ટીમનું નેતૃત્વ ઓલરાઉન્ડર કિરેન પોલાર્ડ કરે છે, જ્યારે નિકોલસ પૂરણ ટીમના ઉપ-કેપ્ટન છે.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ: કિરોન પોલાર્ડ (C), નિકોલસ પૂરણ (VC), અકિલ હોસેન, ડ્વેન બ્રાવો, રોસ્ટન ચેઝ, આન્દ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, શિમરોન હેટમાયર, એવિન લેવિસ, ઓબેદ મેકકોય, લેન્ડલ સિમોન્સ, રવિ રામપોલ, આન્દ્રે રસેલ, ઓશેન થોમસ, હેડન વોલ્શ જુનિયર.
અનામત ખેલાડીઓ : ડેરેન બ્રાવો, શેલ્ડન કોટ્રેલ, જેસન હોલ્ડર, ગુડાકેશ મોતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
