Skin Care Tips : ચહેરો બનશે ગોરો અને ચમકદાર, આ રીતે બનાવો 4 હોમમેજ સ્ક્રબ
Skin Care Tips : સ્કિનની સંભાળ રાખવા માટે ફેસ વોસ અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ. આ સાથે તમારે ડેડ સ્કિન સેલ્સ પણ હટાવવા પણ જરૂરી છે. આ માટે માત્ર મોં ધોવાથી કામ નથી થતું, પરંતુ ત્વચાને એક્સફોલિએટ કરવાની જરૂર છે. જે માટે તમારે સ્ક્રબથી મોઢું સાફ કરે છે.
સ્કિનને એક્સ્ફોલિએટ કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરવો જરૂરી છે. ચહેરાને સ્ક્રબ કરવા માટે તમારે બહારથી સ્ક્રબ ખરીદવાની પણ જરૂર નહીં પડે. કારણ કે, ઘરે બનાવેલા સ્ક્રબ પણ ચહેરા પર અદ્ભુત અસર દર્શાવે છે.

આ સંપૂર્ણપણે કુદરતી છે, તેમજ 2 થી 3 મિનિટનો ઉપયોગ કરવાથી સ્કિનની સપાટી પરથી તમામ પ્રકારની ગંદકી દૂર થાય છે.
સુગર સ્ક્રબ - સુગર સ્ક્રબ બનાવવા માટે એક ચમચી મધમાં માત્ર એક ચમચી ખાંડ ઉમેરો. તેને હળવા હાથે મિક્સ કરો જેથી ખાંડના કણો નાના થઈ જાય. આ સ્ક્રબને ચહેરા પર હળવા હાથે ઘસો અને પછી ચહેરો ધોઈ લો. આ સ્ક્રબનો ઉપયોગ કર્યા બાદ તમને ચહેરો સ્વચ્છ અને ચમકતો દેખાશે.
કોફી સ્ક્રબ - આ કોફી સ્ક્રબ ખાસ કરીને શુષ્ક ત્વચા માટે ફાયદાકારક છે. તેને બનાવવા માટે, એક ચમચી ગ્રાઉન્ડ કોફીમાં એક ચમચી પાણી મિક્સ કરો. જો ઈચ્છો તો તેમાં નારિયેળ તેલ અને મધ પણ ઉમેરી શકાય છે. તેને ચહેરા પર હળવા હાથે ઘસો. જે બાદ 2 થી 3 મિનિટ બાદ તેને ધોઈ લો. સ્કિન એક્સફોલિએટ થશે અને સ્પષ્ટ દેખાશે.
ઓટમીલ સ્ક્રબ - આ સ્ક્રબ બનાવવા માટે ઓટમીલને બારીક પીસી લો. હવે 2 ચમચી દહીંમાં 2 ચમચી ઓટમીલ પાવડર મિક્સ કરો અને એક ચમચી મધ ઉમેરો. તમારું સ્ક્રબ તૈયાર છે. આ સ્ક્રબને ચહેરા પર 2 થી 3 મિનિટ સુધી ઘસ્યા બાદ, તમે તેને 10 થી 15 મિનિટ સુધી ફેસ પેકની જેમ પણ રાખી શકો છો.
સંતરાની છાલનું સ્ક્રબ - સંતરાની છાલને તડકામાં સૂકવીને પીસીને તેનો પાવડર તૈયાર કરો. આ પાવડરના ઉપયોગથી ચહેરા પર ચમક આવે છે. સંતરાની છાલનું સ્ક્રબ બનાવવા માટે સંતરાની છાલ અને દહીંને સમાન માત્રામાં મિક્સ કરો. તેને ચહેરા પર ઘસીને ધોઈ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
