Skin Care Tips : ઉનાળામાં કરો તરબૂચના આ ઉપાય, મળશે અઢળક લાભ
Skin Care Tips : ઉનાળો એટેલ તરબૂચ, સાકરટેટી અને કેરી ખાવાની સિઝન. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની અછતને પુરી કરે છે, અને શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચ ખાવા સાથે સ્કિન કેર માટે પણ ફાયદાકારક છે. તરબૂચ ક્લિંઝરની જેમ કાર્ય કરે છે. જે સ્કિન પોર્સની અંદર સાફ કરીને હાઇડ્રેડ રાખે છે.
આ ઉપરાંત તરબૂચ તમને ગુલાબી ગાલ મેળવવામાં મદદ કરે છે. તરબૂચ ત્વચામાં પિગમેન્ટેશન ઘટાડવામાં અને ત્વચાને ગોરી કરવામાં પણ મદદરૂપ છે. આ સાથે તરબૂચ લગાવવાથી ત્વચામાં કોલેજન વધારવાની સાથે કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદ મળે છે. આવામાં આપણે એ જાણી લેવું જોઇએ કે, ચહેરા પર તરબૂચ કેવી રીતે લગાવવું.

તરબૂચથી ફેસ માસ્ક બનાવો - તરબૂચને બરછટ છીણી લો અને તેમાંથી ફેસ માસ્ક તૈયાર કરો. પછી આ માસ્કને તમારા ચહેરા પર લગાવો અને થોડી વાર આ રીતે જ રહેવા દો. જે બાદ ચહેરા પર હળવા હાથે માલિશ કરતી વખતે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તરબૂચ ચહેરાને સાફ કરવામાં મદદ કરે છે અને તેને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે.
ચહેરા પર ફક્ત તરબૂચને ઘસો - ચહેરા પર ફક્ત તરબૂચને ઘસવાથી ત્વચા માટે મસાજનું કામ પણ થાય છે. તેનાથી રક્ત પરિભ્રમણને સુધારે છે અને તમને ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરે છે. તરબૂચનો થોડો ટુકડો કાપીને ફક્ત તમારા ચહેરા પર ઘસો. તે ચહેરા પર કોલેજન વધારવાની સાથે ફાઈન લાઈન્સને રોકવામાં મદદ કરશે.
તરબૂચની છાલનો ઉપયોગ કરો - તમે તરબૂચની છાલનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાના છિદ્રોને અંદરથી સાફ કરવામાં અને વિટામિન સીની મદદથી ફાઇન રેડિકલ ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તરબૂચના એન્ટીઓકિસડન્ટ્સ તમારી ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવામાં અને ચમકતી ત્વચા મેળવવામાં મદદરૂપ થાય છે. આ બધા કારણોસર, તમારે તમારા ચહેરા પર તરબૂચ લગાવવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
