જાણો ચહેરાના આકાર મુજબ કઈ પાંથી છે બેસ્ટ, કેવી રીતે દેખાશો વધુ સુંદર?
આવો, જાણીએ ચહેરાના આકાર મુજબ કઈ પાંથી બેસ્ટ છે.
કોઈ પણ મહિલાની સુંદરતા તેના વાળથી આવે છે. ઘાટા અને સિલ્કી વાલ કોઈ પણ મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. ઘણી વાર સિલ્કી અને ઘાટા વાળના કારણે પણ સુંદરતા ઘટી જાય છે. તમે વિચારી રહ્યા હશો કે આવુ કેવી રીતે હોઈ શકે. વાસ્તવમાં ઘણી વાર વાળમાં ખોટી જગ્યાએ પાંથી પાડવાથી લુક ખરાબ થઈ શકે છે. વળી, યોગ્ય જગ્યાએ પાંથી પાડવાથી તમારા લુકમાં ચાર ચાંદ લાગી જશે. પાર્ટિંગ એટલે કે પાંથી ચહેરાના આકાર મુજબ કરવી જોઈએ. આવો, જાણીએ ચહેરાના આકાર મુજબ કઈ પાંથી બેસ્ટ છે.

ચોરસ આકાર માટે કઈ પાંથી
ચોરસ આકાર એટલે કે સ્કવેર શેપ ફેસ માટે સાઈડ પાર્ટિંગ સારી લાગે છે. તમે સાઈડ પાર્ટિંગ સાથે ફ્રિંજ અને વેવી હેર કેરી કરી શકો છો. વેવી હેરસ્ટાઈલ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. પાર્ટિંગને તમે વધુ ડીપ ના કરો કારણકે તે તમારા ચોરસ ચહેરાનો વધુ પહોળો કરી દેશે.

ગોળ ચહેરા માટે કઈ પાંથી
ગોળ ચહેરા પર સેન્ટર અને સાઈડ બંને બાજુનુ પાર્ટિંગ સારુ લાગે છે. ગોળ ફેસ ભરેલો લાગતો હોય તો તમે સેન્ટર પાર્ટિંગ એટલે કે વચ્ચેની પાંથી કરી શકો છો. સેન્ટર પાર્ટિંગમા બંને પ્રકારના વાળ સમાન હશે જેનાથી તમારો ચહેરો લાંબો લાગશે. ગોળ ચહેરા પર બેંગ્ઝ હેરસ્ટાઈલ ઘણી સારી લાગે છે.

હાર્ટ શેપ માટે કયુ પાર્ટિંગ
હાર્ટ શેપ પર હળવુ સાઈડ પાર્ટિંગ સારુ લાગે છે. આ પાર્ટિંગ વચ્ચે અને ડીપ સાઈડથી ઘણુ સારુ લાગે છે. હાર્ટ શેપની મહિલાઓ પોતાના વાળનુ પાર્ટિંગ સેન્ટરથી થોડુ જમણી અને ડાબી બાજુએ કરી શકે છે જેનાથી તમારી જૉ લાઈન અને ચિનને બેલેન્સ કરી શકાશે.

લાંબા ચહેરા માટે કયુ પાર્ટિંગ
લાંબા ચહેરાવાળી મહિલાઓ ખૂબ લકી હોય છે. તેમના ચહેરા પર દરેક પ્રકારની હેર પાર્ટિંગ સારી લાગે છે. લાંબા ચહેરાની મહિલાઓ કોઈ પણ પ્રકારનુ પાર્ટિંગ કરી શકે છે. તેમના ચહેરા પર દરેક પ્રકારનુ પાર્ટિંગ સારુ લાગે છે. લાંબા ફેસની મહિલાઓ પોતાના આઉટફિટના હિસાબે હેર પાર્ટિંગ ચેન્જ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
