વરસાદમાં ન કરો આ નાની-નાની ભૂલો, નહીંતર થઇ જશે પિમ્પલ્સ
આકરી ગરમી બાદ વરસાદની મોસમ આપણા સૌ માટે આશીર્વાદરૂપ છે, પરંતુ આ સિઝનમાં તમારી ત્વચાની યોગ્ય રીતે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ચોમાસાની ઋતુમાં વધુ પડતા ભેજને કારણે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ જેમ કે, ફોલ્લીઓ અને ખીલ થઈ શકે છે.
આકરી ગરમી બાદ વરસાદની મોસમ આપણા સૌ માટે આશીર્વાદરૂપ છે, પરંતુ આ સિઝનમાં તમારી ત્વચાની યોગ્ય રીતે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ચોમાસાની ઋતુમાં વધુ પડતા ભેજને કારણે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ જેમ કે, ફોલ્લીઓ અને ખીલ થઈ શકે છે.
કેટલીકવાર ત્વચા સંભાળની દિનચર્યામાં ભૂલો ખીલ (પિમ્પલ્સ) માં વધારો કરે છે. આજે અમે તમને કેટલીક નાની-નાની ભૂલો વિશે જણાવીશું, જેનાથી તમને પિમ્પલ્સ થઈ શકે છે.

પિમ્પલ્સ કેમ બહાર આવે છે?
એવું કહેવાય છે કે, ચહેરા પર પિમ્પલ્સ માત્ર હોર્મોન્સમાં ગરબડને કારણે થાય છે, પરંતુ એવું નથી. પિમ્પલ્સ કબજિયાત, તણાવ અથવા
આપણા શરીર પર હાજર અન્ય રોગોના કારણે પણ થાય છે. કેટલીકવાર આપણને આંતરિક રીતે જ નહીં, પરંતુ ત્વચાની સમસ્યા અથવા
પ્રદૂષણને કારણે પણ ખીલ થાય છે. સ્ત્રીઓમાં પિમ્પલ્સ પાછળ મેકઅપ પણ એક મહત્વનું કારણ છે. મેકઅપ ન ઉતારવાથી ખુલ્લા છિદ્રો બંધ
થઈ જાય છે અને તેલ ભરાઈ જાય છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ નીકળી જાય છે.

ખીલ ન થાય તે માટે શું કરવું
- વરસાદની મોસમમાં ત્વચાને સારી રાખવા માટે સફાઈ એ પ્રથમ પગલું છે.
- ગ્લોઇંગ અને ફેર સ્કિન જાળવવા માટે ત્વચાને નિયમિતપણે સાફકરો.
- અઠવાડિયામાં એક કે બે વાર ક્લિંઝરનો ઉપયોગ કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે.
- સફાઈ કર્યા બાદ આગળનું પગલું મોઇશ્ચરાઇઝર છે.
- તમારી ત્વચા પર હળવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો વધુ સારું છે, કારણ કેહવામાન અને ભેજ આપણને વધુ પરસેવો કરે છે.
- આ સિઝનમાં હેવી અથવા ક્રીમ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાથી બ્લેકહેડ્સ અથવાવ્હાઇટહેડ્સ, ત્યારબાદ પિમ્પલ્સ અથવા ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સિરમ લગાવવાથી તમારી ત્વચા ગ્લો કરશે
- મોઈશ્ચરાઈઝર લગાવ્યા બાદ ચહેરા પર સિરમ લગાવવાથી તમારી ત્વચા ગ્લો કરે છે.
- સિરમ એ પાણી આધારિત હોય છે, જે સરળતાથીશોષાય છે અને ચહેરો તેલયુક્ત નથી થતો.
- તમારી ત્વચા સંભાળની જરૂરિયાતોને આધારે તમે હંમેશા સિરમનો ઉપયોગ કરી શકો છો.
- ચહેરાની ત્વચાને સાફ કર્યા બાદ, ફેસ માસ્ક લગાવવું જરૂરી છે.
- જો તમારી ત્વચા વધુ સંવેદનશીલ હોય તો તમે ઘરે બનાવેલા ફેસ માસ્કનોઉપયોગ કરી શકો છો.
- ચહેરો સાફ કરવા માટે સ્વચ્છ ટુવાલનો ઉપયોગ કરવો જરૂરી છે.
- ઘણીવાર ભીના ટુવાલમાં બેક્ટેરિયા હોય છે, જેના કારણે તમારા ચહેરા પરપિમ્પલ્સ નીકળી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
