Camphor Benefits for Skin Care : ચહેરાની ચમક વધારશે કપૂર, આ રીતે કરો ઉપયોગ
Camphor Benefits for Skin Care : પૂજા-પાઠમાં વપરાતા કપૂરને તમે સ્કિન કેર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. કપૂરના ઉપયોગથી તમારા ચહેરા પરના ડાધ અને ચીકાશ દુર કરવામાં પણ મદદ કરે છે. કારણ કે, કપૂરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.
આ સાથે કપૂર ત્વચા પરના ડાઘ અને ખીલ પણ દૂર કરે છે, અને ચહેરાની ચમક વધારે છે. જોકે, કપૂર બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન માટે પણ અસરકારક ઉપચાર છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કપૂરનો ઉપયોગ કેવી રીતે કરશો.

કપૂર-બદામ તેલનો ફેસ પેક
સામગ્રી - 2 ચમચી બદામનું તેલ, એક ચપટી કપૂર પાવડર
કપૂર-બદામ તેલનો ફેસ પેકનો ઉપયોગ
- બંને વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો, અને 10 મિનિટ પછી ધોઈ લો.
- શુષ્ક અથવા સામાન્ય ત્વચા ધરાવતા લોકોએ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
- જો ત્વચા તૈલી હોય તો આ માસ્કનો ઉપયોગ ન કરો.
કપૂર-મુલતાની માટી ફેસ પેક
સામગ્રી - 2 ચમચી મુલતાની માટી પાવડર, 1 ચપટી કપૂર પાવડર, ગુલાબજળના થોડા ટીપા
કપૂર-મુલતાની માટી ફેસ પેકનો ઉપયોગ
- એક બાઉલમાં મુલતાની માટીનો પાવડર લો. તેમાં પીસીને કપૂર અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો.
- 10 થી 15 દિવસમાં એકવાર આ ફેસ પેકનો ઉપયોગ કરો.
કપૂર- ચણાનો લોટનો ફેસ પેક
સામગ્રી - 1 ચપટી કપૂર પાવડર, 1 ટેબલસ્પૂન ચણાનો લોટ, ગુલાબજળ
કપૂર- ચણાનો લોટનો ફેસ પેકનો ઉપયોગ
- એક બાઉલમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.
- 15 દિવસમાં એકવાર ઉપયોગ કરો. તેનો તફાવત થોડા અઠવાડિયામાં જ દેખાશે.
કપૂર-નાળિયેર તેલનો ફેસ પેક
સામગ્રી- 1 ચમચી નારિયેળ તેલ, 1/4 ચમચી કપૂર પાવડર
કપૂર-નાળિયેર તેલનો ફેસ પેકનો ઉપયોગ
- બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને બોટલમાં ભરી લો.
- આ તેલને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.
- શુષ્ક અને સામાન્ય ત્વચા ધરાવતા લોકોએ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
- જો તમારી ત્વચા તૈલી છે, તો આ પેક અજમાવશો નહીં.
- આ ફેસ પેક લગાવવાથી ત્વચાના છિદ્રોની ડીપ ક્લીનિંગ થાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
