શું કરવું, જો કાર સ્ટાર્ટ ન થતી હોય તો?
આ એક એવી સમાન્ય સમસ્યા છે, જેમાંથી અનેક લોકો પસાર થતાં હશે, સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ. કારમાં ફ્યુઅલમાં કોઇ કચરો આવી અથવા તો બેટરીમાં કોઇ સમસ્યા હોય કે પછી ઇલેક્ટ્રિક કનેક્શન સહિતની એવી અનેક બાબતો છે, જેના કારણે કાર સ્ટાર્ટ થતી નથી. સામાન્ય રીતે આવી સમસ્યા શહેર અથવા એવા વિસ્તારમાં સર્જાય કે જ્યાં સહેલાયથી કાર મેકેનિક મળી રહે છે, ત્યાં આપણને કોઇ મુશ્કેલી ઉભી થતી નથી, પરંતુ જ્યારે આપણે એવા વિસ્તારમાં પહોંચી જઇએ જ્યાં મેકેનિક મળવો મુશ્કેલ હોય અને કાર સ્ટાર્ટ ન થાય ત્યારે આપણી હાલત કફોળી બની જાય છે.
આવા સમયમાં આપણને સુઝતું નથી હોતું કે આપણે શું કરવું. આજે અમે અહીં કાર સ્ટાર્ટ થતી ન હોય ત્યારે કઇ કઇ બાબતો ચેક કરવી જોઇએ તે અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. જેને જાણવાથી તમે તમારી કારને સ્ટાર્ટ કરી શકો છો અથવા તો મુખ્ય કારણ જાણી શકો છો. તો ચાલો તસવીરો થકી એ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- કેટીએમની નવી RC 390 આપી શકશે આ બાઇક્સને ટક્કર?
આ પણ વાંચોઃ-ભારતમાં વૈભવતાનો અહેસાસ કરાવતી પાંચ વૈભવી SUV
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 9 શાનદાર ઓટોમેટિક કાર

ફ્યુઝ ચેક કરો
કેટલીક કાર્સમાં સ્ટાર્ટિંગ સિસ્ટમ સાથે ફ્યુઝ આપવામાં આવ્યા હોય છે, તેથી જો કાર સ્ટાર્ટ ન થતી હોય તો સૌપ્રથમ કારના ફ્યુઝ ચેક કરી લેવા.

બેટરી કરોશન
લાંબો સમય થતા બેટરીની સ્થિતિ નબળી પડી જાય છે, તેના કરોશન બેટરીના કનેક્શનને કાર સાથે કનેક્ટ થતા અટકાવી દે છે, જેના કારણે કાર ચાલું થતી નથી. તેથી બેટરીને ક્લિન કરીને કારને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરો.

ડેડ બેટરી
કાર શરૂ નહીં થવાનું સૌથી મહત્વનું કારણ ડેડ બેટરી છે. જો તમારી પાસે બેટરી ટેસ્ટર હોય તો તેનાથી તમારી બેટરીને ચેક કરો અને જુઓ કે તે નબળી તો નથી છે. જો એવું જણાય તો બેટરીને બદલો અને બેટરી કનેક્શનને ચોખ્કા કરો જેથી સારી રીતે કનેક્ટ કરી શકાય.

બેડ ઇગ્નિશન સ્વિચ
જો તમારી બેટરી સારી હોય તેમ છતાં સ્ટાર્ટરમાંથી કોઇ અવાજ ન આવતો હોય તો વાંધો તમારી ઇન્ગિશન સ્વિચમાં છે. તમારી ચાવીને ઓન પોઝિશનમાં રાખો અને રેડ વોર્નિગ લાઇટ જે ડેશમાં આપવામાં આવી છે તે જુઓ જે લાઇટ અપના હોય તો ઇન્ગિશન સ્વિચમાં વાંધો છે અને તમારે તમારી કારની ઇગ્નિશન સ્વિચ બદલાવવી જોઇએ.

કોઇલ ટેસ્ટિંગ
જો તમારી કાર શરૂ ન થતી હોય તો કોઇલ ટેસ્ટિંગ પણ કરી લેવું જોઇએ. જો તમારી કોઇલ ખરાબ હોય અથવા તો તેના વાયર ખરાબ હોય તે તેને બદલવા અથવા તો રિપેર કરાવવા જોઇએ. આ ઉપરાંત કાર ચાલું નહીં થવા પાછળનું કારણ ડિસ્ટ્રિબ્યુટર કેપમાં ખરાબી પણ હોઇ શકે છે. તેથી એ ચેક કરી લેવું જોઇએ અને જો તેને બદલવાની જરૂર જણાય તો તેને બદલી નાંખવું જોઇએ.

ફ્યુઅલ પમ્પ અને રીલે
કારના ઇલેક્ટ્રિકલ કનેક્શન ચેક કરી લેવું જોઇએ તો તેમાં વાંધો હોય તો પણ કાર સ્ટાર્ટ થતી નથી, એ બરોબર હોય તો ફ્યુઅલ પમ્પ અને રીલેને પણ એકવાર ચેક કરી લેવી જરૂરી. જ્યારે તમે ફ્યુઅલ પમ્પ ચેક કરો ત્યારે કારની ચાવી ઓન પોઝિશનમાં રાખવી જોઇએ અને ચેક કરવું જોઇએ કે કરન્ટ આવે છે કે નહીં. જો કરન્ટ આવતો હોય અને ફ્યુઝ પણ બરોબર હોય તો સમજવું કે તમારી ફ્યુઅલ પમ્પ રીલેમાં વાંધો છે. જો તમારું ફ્યુઅલ પમ્પ સારી રીતે કામ કરતું હોય છતાં ફ્યુઅલ એન્જીન સુધી પહોંચતું ન હોય તો સમજવું કે તમારી કારના ફ્યુઅલ ફિલ્ટરમાં વાંધો છે. તમારે તમારી કારનું ફ્યુઅલ ફિલ્ટર દર 12 હજાર માઇલ્સે બદલી નાંખવું જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
