સુઝુકી ' ગિક્સર ' થકી FZ અને પલ્સરને આપશે 'ટક્કર '
ભારતીય ઓટોમોબાઇલ બજારમાં 150 સીસીની રેન્જમાં પોતાની પકડ મજબૂત બનાવવામાં માટે જાપાનીઝ વાહન નિર્માતા કંપની સુઝુકી દ્વારા ઑગસ્ટ મહિનામાં પોતાની નવી બાઇક લોન્ચ કરવા જઇ રહી છે. કંપની પોતાની આ નવી બાઇક ગિક્સર થકી હોન્ડા, બજાજ અને યામાહાની આ રેન્જમાં રહેલી બાઇકને પડકાર ફેંકવાની તૈયારી કરી રહી છે.
નોંધનીય છેકે જાન્યુઆરીમાં કંપનીએ પોતાની આ બાઇકે પ્રદર્શિત કરી હતી. આ બાઇક લોન્ચ થઇ ગયા બાદ તેની સીધી ટક્કર હોન્ડાની સીબી ટ્રીગર, યામાહાની નવી એફઝેડ વર્ઝન 2.0 તથા બજાજની જાણીતી અને લોકપ્રીય બ્રાન્ડ પલ્સરની પલ્સર 150ને ટક્કર આપશે. અહીં તસવીરો થકી સુઝુકી ગિક્સરની કેટલીક જાણવા જેવી વાતો અમે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ. તો ચાલો તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- મહિલાઓ માટે બેસ્ટ છે આ કાર્સ
આ પણ વાંચોઃ- સ્કૂટર કમ્પેરિઝનઃ લેટ્સ, વીગો અને રે, કોણ શ્રેષ્ઠ
આ પણ વાંચોઃ- મારુતિ સુઝુકીની ચાર લોકપ્રીય કાર, કિંમત 5 લાખની અંદર

એન્જીન
ગિક્સરના એન્જીન અંગે વાત કરવામાં આવે તો કંપનીએ આ બાઇકમાં સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જીન આપ્યું છે, જે 154.9 સીસીનું છે. જે 14.2 પીએસ અને 14 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરી શકે છે.

SEP ટેક્નોલોજી
ગિક્સરમાં SEP અથવા સુઝુકી ઇકો પરફોર્મન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ પહેલીવાર લેટ્સ સ્કૂટરમાં કરવામાં આવ્યો હતો. આ ટેક્નોલોજી ફ્યુઅલ ઇકોનોમી સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર સારું પરફોર્મન્સ આપી શકે છે. ગિક્સરમાં કાર્બોરેટર અને છ સ્પીડ બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇકમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે.

સિંગલ વેરિએન્ટ
ગિક્સર સિંગલ વેરિએન્ટમાં છે, જેનું કદ 2,050 x 785 x 1,030એમએન છે. તેમાં આગળની તરફ ટલેસ્કોપિક અને પાછળની તરફ મોનોશોક છે. સ્ટાન્ડર્ડ એલોય વ્હીલ, ટ્યૂબલેસ ટાયર છે.

અન્ય ફીચર
અન્ય ફીચર અંગે વાત કરવામાં આવે તો તેમાં સિંગલ ડિસ્ક બ્રેક છે જે આગળ છે અને પાછલ ડ્રમ્સ બ્રેક છે. તેની ફ્યુઅલ ટેન્ક 12 લિટરની છે અને બાઇકનું વજન 135 કેજી છે.

કિંમત અને લોન્ચિંગ સમય
અંદાજીત લોન્ચિંગ સમયઃ- ઑગસ્ટ 2014
અંદાજીત કિંમતઃ- 70,000-75,000 રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
