ફોક્સવેગને લોન્ચ કરી વેંટો TSI, કિંમત રૂ. 10 લાખ
ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી કાર્સને રજુ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોક્સવેગને દેશમાં આ તહેવારના માહોલમાં વધુ એક શાનદાર કારને લોન્ચ કરી છે. ફોક્સવેગને પોતાની શાનદાર કાર વેંટોના નવા ટીએસઆઇ અવતારને બજારમાં ઉતાર્યો છે, જેની કિંમત 9.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ નવી ફોક્સવેગન વેંટો ટીએસઆઇમાં કંપનીએ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં કંપનીએ આ કારની ક્ષમતા સાથે કોઇ સમજૂતી કરી નથી અને તેની માઇલેજને પણ શ્રેષ્ઠ બનાવી છે. સામાન્ય રીતે જોવામાં આવે તો એન્જીન પાવર વધારવાની સાથે કારનું માઇલેજ પ્રભાવિત થાય છે, પરંતુ આ કારમાં એવું નથી. તો ચાલો તસવીરો થકી જોઇએ નવી ફોક્સવેગન વેંટો ટીએસઆઇને.

નવી વેંટો ટીએસઆઇ
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ નવી ફોક્સવેગન વેંટો ટીએસઆઇમાં શું છે નવું અને કયા ફીચર્સ આ કારને પોતાના સેગ્મેન્ટમાં શ્રેષ્ઠ બનાવે છે.

એન્જીન ક્ષમતા
તમને જણાવી દઇએ કે ફોક્સવેગન વેંટો ટીએસઆઇમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાના શાનદાર 4 સિલેન્ડર યુક્ત ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે કારને 105 પીએસની શક્તિ પ્રદાન કરે છે.

ઇન્ટીરિયર
કંપનીએ આ કારના ઇન્ટીરિયરને ઘણું ખાસ પ્રકારે તૈયાર કર્યું છે. આ કારમાં કંપનીએ લેધરના સીટ કવર, લેધરથી સજેલું સ્ટીયરિંગ વ્હીલ અને સાથે જ લેધરથી કવરથી તૈયાર ગિયર લીવરને સામેલ કર્યા છે. સ્ટીયરિંગ વ્હીલ પર કંપનીએ માઉન્ટેડ કન્ટ્રોલ સિસ્ટમનો પ્રયોગ કર્યો છે.

ઇન્ટીરિયરને બીજ કલરથી સજાવ્યું
કંપનીએ નવી ફોક્સવેગન વેંટો ટીએસઆઇના ઇન્ટીરિયરને બીજ કલરથી સજાવેલું છે, જે કારની અંદર તમને લક્ઝરી અનુભવ કરાવે છે. કારમાં રીયર સીટ પર આર્મ રેસ્ટને પણ સામેલ કરવામાં આવ્યું છે, જે ફોલ્ડ થઇને સીટમાં ક્લોઝ થઇ જાય છે.

રિયર વેંટ
આ છે નવી ફોક્સ વેંટો ટીએસઆઇનો રિયર વેંટ, જે કારની અંદરના માહોલને એક સમાન વાતાવરણમાં બનાવી રાખે છે.

ઇન્ફોટેન્ટમેંટ સિસ્ટમ
કારમાં શાનદાર ઇન્ફોટેન્ટમેંટ સિસ્ટમને પણ સામેલ કરવામાં આવી છે. નવી ફોક્સવેગન વેંટો ટીએસઆઇમાં કંપનીએ 7 સ્પીડ ડીએસજી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે લોંગ ડ્રાઇવ દરમિયાન તમને શાનદાર રાઇડિંગનો અનુભવ કરાવે છે.

શાનદાર ટ્રાન્સમિશન
શાનદાર ટ્રાન્સમિશન, આકર્ષક લુક અને આધુનિક ટેક્નોલોજી સાથે જ કંપનીએ આ સિડાન કારની માઇલેજને પણ શાનદાર બનાવી છે. કંપનીએ દાવો કર્યો છે કે, ફોક્સવેગન વેંટો ટીએસઆઇ એક લીટરમાં 16.93 કિમીની એવરેજ આપી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
