વિરોધીઓને પછાડવા ટોયોટા લાવી રહી છે નવી ઇનોવા
ટોયોટા દ્વારા તાજેતરમાં જ ભારતમાં પોતાની 2014 કોરોલા એલ્ટિસ લોન્ચ કરવામાં આવી છે. તેમજ આ જાપાનીઝ કાર ઓટોમોબાઇલ નિર્માતા કંપનીએ ભારતમાં ઇટિયોસ ક્રોસને પણ લોન્ચ કરી છે, જે સારું પ્રદર્શન કરી રહી છે. તેમજ તેની વિવિધ પ્રોડક્ટસ વિભિન્ન સેગ્મેન્ટમાં ભારતમાં ધૂમ મચાવી રહી છે.
ટોયોટાની ભારતમાં સૌથી વધુ લોકપ્રીય પ્રોડક્ટ્સની વાત કરવામાં આવે તો તે તેની એમપીવી, ઇનોવા છે, ભારતમાં આ એમપીવીને ઘણી જ વખાણવામાં આવી છે અને આપણને ભારતીય રસ્તાઓ પર સહેલાયથી આ કાર વિહરતી જોવા મળી જાય છે. એ વાતમાં જરા પણ આશ્ચર્ય નથી કે આ એમપીવી કારે પોતાની સેગ્મેન્ટની તમામ કાર્સને મ્હાત આપી છે.
હવે એવા સમાચાર મળી રહ્યા છેકે, ટોયોટા પોતાની આ પ્રોડક્ટને વધુ લોકપ્રીય અને લોકોની બનાવવા માટે તેના નવા વર્ઝનને લોન્ચ કરવાની તૈયારીમાં છે, એવી પણ આશા રાખવામાં આવી રહી છેકે, ટોયોટા પોતાની આ કારને 2015-16 સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. આ કારને 2015માં રજૂ કરવામાં આવશે. આ એમપીવી ભારત ઉપરાંત થાઇલેન્ડમાં પણ ધૂમ મચાવી રહી છે, આ કારના કેટલાક પાર્ટ્સને થાઇલેન્ડમાં બનાવવામાં આવી રહ્યાં છે અને તેને ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવે છે. નવી ઇનોવા કેવી હશે તે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 7 એસયુવી, કિંમત 15 લાખની અંદર
આ પણ વાંચોઃ-વિશ્વની સૌથી મોંઘી ઑડી કાર્સ, જાણો શું છે કિંમત
આ પણ વાંચોઃ-જેવું નામ તેવી કિંમત, વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર્સ
આ પણ વાંચોઃ-બજાજ-ટીવીએસની ટોપ 180-200 સીસી બાઇક

કારની કિંમત ઘટાડવા પર અપાઇ રહ્યું છે ધ્યાન
જાપાનીઝ કાર નિર્માતા કંપની આ કારની કિંમત ઓછી થાય તે માટે તેના અમુક પાર્ટ્સને લોકલાઇઝ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેનાથી આ કાર હાલ જેટલી આકર્ષક છે તેના કરતા વધારે આકર્ષક બની જશે. તેમજ કંપની લોકલ પાર્ટ્સ અને કોમ્પોનેન્ટ્સ માટે ભારતમાં રોકાણ વધારવાનું વિચારી રહી છે.

વધુ એવરેજ આપશે નેક્સ્ટ જનરેશન ઇનોવા
જાપાનીઝ ઓટોમોબાઇલ જાયન્ટ એવી આશા રાખી રહી છેકે નેક્સ્ટ જનરેશન ઇનોવા ડીઝલ એન્જીન થકી વધુ એવરેજ આપશે. તેમજ આ કારમાં ઓટોમેટિક ઓપ્શન પણ કંપની પ્રોવાઇડ કરાવી શકે છે, તેની પાછળનું કારણ ભારતમાં આ કારની લોકપ્રિયતા છે.

આ કાર્સને નવી ઇનોવા આપશે ટક્કર
જ્યારે 2015માં નવી ઇનોવાને લોન્ચ કરવામાં આવશે ત્યારે આ કાર અન્ય એમપીવી કાર જેમકે મારુતિ સુઝુકી એર્ટિગા, હોન્ડા મોબિલિયો, ઇસાન ઇવાલિયા અને શેવરોલે એન્જોય જેવી કાર્સને ટક્કર આપશે.

કેટલી હશે આ કારની કિંમત
ટોયોટા દ્વારા આ કારને સર્વ પ્રથમ 2015માં રજૂ કરવામાં આવશે અને તેનું અધિકૃત લોન્ચિંગ 2016માં કરવામાં આવશે. જ્યારે આ કારને લોન્ચ કરવામાં આવશે ત્યારે તેની કિંમત 9,50,000થી 14,50,000 રૂપિયા સુધીની કિંમત રાખવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
