હુન્ડાઇની ટોપ 7 કાર્સ, કિંમત 5 લાખની અંદર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં મારુતિ સુઝુકી બાદ જો કોઇ કંપની સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતી હોય તો એ છે હુન્ડાઇ કાર નિર્માતા કંપની. હુન્ડાઇ પોતાની આ શાખને જાળવી રાખવા માટે સમયાંતરે પોતાના નવા મોડલ્સ અથવા તો અપડેટેડ મોડલ્સને બજારમાં ઉતારતી રહી છે. તાજેતરમાં જ કંપનીએ પોતાનું નવું મોડલ ઇલાઇટ આઇ20ને લોન્ચ કર્યું છે.
કંપની પોતાના આ મોડલ થકી વધુ ભારતીય કાર ચાહકો સુધી પહોંચવા માગે છે. જે પ્રમાણે કાર્સમાં ફીચર અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે, તેને જોતા લાગી રહ્યું છેકે આ કાર પોતાના સેગ્મેન્ટની વિરોધી કાર્સને તો ટક્કર આપશે જ પરંતુ સાથોસાથ કંપનીની શાખને વધુ મજબૂત પણ બનાવશે. અનેક કાર ચાહકો હશે જે હુન્ડાઇના અનેક મોડલ્સમાંથી પોતાના બજેટ અનુસાર કાર ખરીદવા ઇચ્છતાં હશે, જેને ધ્યાનમાં રાખીને આજે અમે 5 લાખ સુધીના બજેટની હુન્ડાઇની ટોપ 7 કાર અંગે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- મર્દાના સવારીઃ ટોપ 7 લોકપ્રીય રોયલ એનફિલ્ડ બાઇક
આ પણ વાંચોઃ- ટાટા ઝેસ્ટ બેસ્ટ કે અમેઝ,એક્સેન્ટ અને ડિઝાયર ?
આ પણ વાંચોઃ- વિશ્વની સૌથી મોંઘી પોર્શે કાર્સ

હુન્ડાઇ ઇલાઇટ આઇ20
કિંમતઃ- 4.87 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 લિટર, 16 વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 81.9 પીએસ અને 4000 આરપીએમ પર 113.7 એનએમ ટાર્ક.
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4 લિટર 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.8 પીએસ અને 1500-2750 આરપીએમ પર 219.7 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24.4 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ એક્સેન્ટ
કિંમતઃ- 4.65 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 82 પીએસ અને 111.8 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 72 પીએસ અને 180.4 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24.4 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
કિંમતઃ- 4.51 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 1750-2500 આરપીએમ પર 111 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 71 પીએસ અને 1500 આરપીએમ પર 160 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ સેન્ટ્રો ઝિંગ
કિંમતઃ- 3.00 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1086 સીસી, 1.1 લિટર પેટ્રોલ એન્જીન, 5500 આરપીએમ પર 62.1 પીએસ અને 3000 આરપીએમ પર 96.1 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 20.2 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ આઇ10
કિંમતઃ- 3.75 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1086 સીસી, 1.1 લિટર 12વી એસઓએચસી પેટ્રોલ એન્જીન, 5500 આરપીએમ પર 68.1 પીએસ અને 4500 આરપીએમ પર 99.1 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 19.2 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ ઇઓન
કિંમતઃ- 3.19 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 814 સીસી, 0.8 લિટર 9વી એસઓએચસી પેટ્રોલ એન્જીન, 5500 આરપીએમ પર 55.2 પીએસ અને 4000 આરપીએમ પર 74.5 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 17.77 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ આઇ20
કિંમતઃ- 5.14 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 84 પીએસ અને 4000 આરપીએમ પર 114 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4 લિ. સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 90 પીએસ અને 1500-2750 આરપીએમ પર 220 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 14.97 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 18.85 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
