ભારતમાં આ 10 કાર્સની છે શાનદાર રિસેલ વેલ્યુ
જ્યારે પણ તમે કોઇ કાર અથવા તો બાઇક ખરીદતા હશો, ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન જરૂરથી ઉઠતો હશે કે, જ્યારે આપણે આ કાર અથવા તો બાઇકને વેંચીશું ત્યારે માર્કેટમાં તેની સારી કિંમત મળશે કે કેમ? જો કે, માર્કેટમાં લોન્ચ થયેલી દરેક બાઇક કે પછી કાર એવી નથી હોતી કે, જે રિસેલ વેલ્યુના મામલે સારી હોય, પરંતુ કેટલીક કાર એવી પણ હોય છે કે, તેની રિસેલ વેલ્યુ પણ તેની લોકપ્રિયતા પ્રમાણે યથાવત હોય.
આ વખતે અમે તમારી સમક્ષ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં લોન્ચ થયેલી કેટલીક એવી કાર અંગે જણાવી રહ્યા છીએ કે, જે નવી લોન્ચ થઇ ત્યારે જેટલી ધુમ મચાવતી હતી, તેટલી જ તેની રિસેલ વેલ્યુ પણ વધારે છે અને તેની પાછળનું કારણ આ કારે મોટાભાગના ભારતીય કાર ચાહકોનું દિલ જીતી લીધું છે, તો ચાલો તસવીરો થકી કેટલીક એવી કાર્સ અંગે માહિતી મેળવીએ કે જેની ભારતીય ઓટોમોબાઇલ બજારમાં રિસેલ વેલ્યુ અને કાર્સની સરખામણીએ શાનદાર છે.
આ પણ વાંચોઃ- ટોપ 10 સૌથી મોંઘા કાર અકસ્માત
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 15 કાર્સ, કિંમત 14થી 20 લાખની અંદર
આ પણ વાંચોઃ- સાહસિકો માટે શ્રેષ્ઠ ટ્રિપઃ મહારાષ્ટ્રના 9 ઘાટ રોડ

મારુતિ સુઝુકી અલ્ટો 800
ભારતમાં મારુતિ સુઝુકી દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ બેસ્ટ કાર છે, તેની નવી કારની જેટલી વેલ્યુ છે, તેટલી જ તેની જૂની કારની રિસેલ વેલ્યુ પણ છે અને તેની સારી કિંમત પણ મળી રહે છે.

મારુતિ સિફ્ટ
મારુતિ સુઝુકી દ્વારા બહાર પાડવામાં આવતી આ કારે ઘણી જ લોકપ્રિયતા હાંસલ કરી છે અને આ કારને સેકન્ડમાં ખરીદવામાં પણ અનેક કાર ચાહકો રસ દાખવે છે, જે હિસાબે રિસેલ વેલ્યુની બાબતમાં મારુતિની આ કાર સૌથી ટોપ પર આવે છે.

મહિન્દ્રા એક્સયુવી 500
જે રીતે મારુતિ સુઝુકીની કાર્સ ભારતમાં લોકપ્રીય છે તેવી જ રીતે મહિન્દ્રાની એસયુવી પણ લોકપ્રીય છે અને આ તેનું ફ્લેગશીપ મોડલ છે, આ એસયુવીની પણ રિસેલ વેલ્યુ શાનદાર છે.

હુંડાઇ સેન્ટ્રો
હુન્ડાઇ દ્વારા બહાર પાડવામાં આવેલી સેન્ટ્રો પણ ઘણી જ લોકપ્રિય કાર છે, આ કારની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે, જેટલી આ કાને જે તે સમયે લોન્ચ કરવામાં આવી હતી, તે સમયે હતી. આ કારે લોકોનો વિશ્વાસ જીત્યો છે અને તેથી જ તેની રિસેલ વેલ્યુ પણ શાનદાર છે.

હુન્ડાઇ આઇ20
જે રીતે મારુતિ સુઝુકીની કારની રિસેલ વેલ્યુ સારી હોય છે તેવી રીતે હુન્ડાઇની કારની પણ સારી રિસેલ વેલ્યુ હોય છે. હુન્ડાઇની આઇ20 ઘણી જ લોકપ્રીય રહી હતી અને તેની રિસેલ વેલ્યુ પણ સારી મળી રહે છે.

હુન્ડાઇ આઇ10
આઇ20ની જેમ હુન્ડાઇની આઇ10 પણ ઘણી જ લોકપ્રીય કાર છે અને તેની રિસેલ વેલ્યુ પણ વધારે છે.

હોંડા સિટી
હોંડા દ્વારા બહાર પાડવામાં આવેલી સિટી એવરગ્રીન કાર છે અને તેથી જ તેની રિસેલ વેલ્યુ પણ શાનદાર છે.

શેવરોલે સ્પાર્ક
શેવરોલેની કાર્સ પણ ભારતમાં ધૂમ મચાવી રહી છે. તેના દ્વારા નિર્માણ કરવામાં આવેલી સ્પાર્ક કારની રિસેલ વેલ્યુ સારી છે.

મહિન્દ્રા સ્કોર્પિયો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એક શાનદાર એસયુવી છે અને તેનું હાલ પણ વેચાણ સારું થઇ રહ્યું છે. આ એસયુવીની રિસેલ વેલ્યું ઘણી જ સારી છે.

હુન્ડાઇ વેર્ના ફ્લ્યુડિક
જેમ આગળ કહ્યું તેમ હુન્ડાઇની કારની રિસેલ વેલ્યુ ઘણી સારી હોય છે. હુન્ડાઇની વેર્ના ઘણી જાણીતી કાર છે અને તેની રિસેલ વેલ્યુ ઘણી જ સારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
