સુઝુકી લાવી રહી છે સ્પેશિયલ એડિશન ઇનાઝુમા
સુઝુકીએ તાજેતરમાં જ પ્રથમ ક્વાર્ટર લિટર મોટરસાઇકલને ભારતમાં લોન્ચ કરી છે. ઇનાઝુમાની ડિઝાઇન વિશિષ્ટ છે અને ખરીદદારો અથવા તો તેને પસંદ કરશે અથવા તો તેને અવગણશે. આ બાઇકને જ્યારે લોન્ચ કરવામાં આવી ત્યારે તેની કિંમત વધુ હતી, જોકે, તાજેતરમાં જ જાપાનીઝ વાહન નિર્માણ કંપનીએ તેની કિંમતમાં ઘટાડો કર્યો છે.
ઇનાઝુમાએ ભારતમાં સારો વ્યવસાય કર્યો નથી. તેમ છતાં અમારા મતે હાલના સેગ્મેન્ટમાં આ 250 સીસી બાઇક બેસ્ટ છે. સુઝુકીએ ક્વાર્ટર લિટર બાઇકને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ લોન્ચ કરી છે, જે માર્કેટ વિકસિત છે, ત્યાં સુઝુકીની આ બાઇકને ઘણી જ વખાણવામાં આવી છે. તે તેની ઓફર પ્રમાણે ઉચિત અને આરામદાયક છે.
હવે જાપાનીઝ વાહન નિર્માતા કંપની પોતાની આ બાઇકની બે ખાસ એડિશન લોકો સમક્ષ મુકી છે, ઇનાઝુમા 250Zની આ બાઇક હાલ તો યુનાઇટેડ કિંગ્ડમમાં જ લોન્ચ કરવામાં આવી છે. જેમાં ફીચરની વાત કરવામાં આવે તો તેમાં બ્લેક બેઝ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે સ્પોર્ટમાં રેડ અથવા બ્લુ છે. જોકે હાલનું જે મોડલ છે તેના કરતા આ બાઇક થોડીક મોંઘી છે. યુકેની વાત કરવામાં આવે તો સુઝુકી ઇનાઝુમા 250Zની કિંમત ભારતીય મુદ્રા અનુસાર 3,55,209 રૂપિયા છે.

સ્પેશિયલ એડિશનનું એન્જીન
સુઝુકી ઇનાઝુમાં સ્પોર્ટમાં 250 સીસી સમાંતર ટ્વિન એન્જીન છે. તેમજ તેમાં રહેલું ફ્યુલ ઇન્જેક્ટ 24 બીએચપી પાવર અને 22 એનએમનું પીક ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

ભારતમાં બે કલર ઓપ્શન
આ એન્જીન લિક્વિડ કૂલ્ડ છે અને તેમાં છ સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ છે. ભારતમાં સુઝુકી પોતાની ઇનાઝુમાના બે કલર ઓપ્શન આપે છે. પર્લ નેબ્લુઅર બ્લેક અને કેન્ડી.

તાજેતરમાં એક લાખ રૂપિયા સુધીનો ઘટાડો
સુઝુકીએ પોતાની ઇનાઝુમા બાઇકની કિંમતમાં તાજેતરમાં એક લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. એક્સ શોરૂમ દિલ્હી અનુસાર ઇનાઝુમાની કિંમત 2,15,007 રૂપિયા છે.

ભારતમાં પણ લોન્ચ થઇ શકે છે સ્પેશિયલ એડિશન
એવી પ્રબળ શક્યતા છેકે, સુઝુકી મોટરસાઇકલ ભારતમાં પણ પોતાની આ લિમિટેડ એડિશનને લોન્ચ કરી શકે છે. આ બાઇકને લોન્ચ કરીને સુઝુકી પોતાની ક્વાર્ટર લિટર મોટરસાઇકલના માર્કેટને વેગ આપવા માગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
