સગર્ભા મહિલાઓ કરે છે સૌથી વધારે અકસ્માત
તાજેતારમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જે અનુસાર સગર્ભા મહિલાઓ દ્વારા સૌથી વધુ અકસ્માત કરવામાં આવતા હોવાનું તારણ બહાર આવ્યું છે. તેમજ આ જોખમ કેટલીક રોમાંચક અને જોખમી રમતો જેમકે પેરા સેઇલિંગ, ડીપ સી ડાઇવિંગ, રાઇડિંગ રોલર કોસ્ટર વિગેરે કરતા પણ વધારે છે. સર્વે અનુસાર જે મહિલાઓ સગર્ભા નથી તેમના દ્વારા જેટલા અકસ્માત કરવામાં આવે છે, તેના કરતા વધારે અકસ્માત સગર્ભા મહિલાઓથી થાય છે.
સર્વેમાં જાણવા મળ્યું છેકે અંદાજે 42 ટકા સગર્ભા મહિલાઓ અકસ્માતમાં સંડોવાયેલી હોય છે. સર્વેમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, જે મહિલાઓ પોતાની સગર્ભા અવસ્થામાં પહેલા અથવા તો બીજા મહિનામાં હોય છે, તેઓ સૌથી વધારે અકસ્માતમાં સંડોવાયેલી હોય છે. તો ચાલો તસવીરો થકી આ અંગે વધારે જાણીએ.

કેનેડાની સંસ્થા દ્વારા સર્વે
આ સર્વે કેનેડાની ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લિનિકલ ઇવેલ્યુલેટિવ સાયન્સ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે અડધા મિલિયન કરતા વધારે મહિલાઓ પર ધ્યાન આપ્યું હતું. જેમાં તેમને એ જાણવા મળ્યું કે, જે મહિલાઓ સગર્ભા અવસ્થામાં પોતાના બીજા મહિનામાંથી પસાર થતી હોય છે તેમના વાહન વધારે અકસ્માત ગ્રસ્ત થાય છે.

હોર્મોનલ ચેન્જીસના કારણે અકસ્માત
જોકે આ અહેવાલમાં અકસ્માતનો દર શા માટે વધે છે એ અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમ છતાં એક વૈજ્ઞાનિકનું માનવું છેકે હોર્મોનલ ચેન્જીસમાં જે ઉતાર ચઢાવ આવે છે, તે જવાબદાર હોઇ શકે છે અને મહિલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન આ સમસ્યામાંથી પસાર થતી હોય છે.

સગર્ભા મહિલાઓને વાહન ન ચલાવવો દો
તેથી મહત્વનું એ છેકે આપણે મહિલાઓને એ વાત યાદ અપાવીએ કે તેઓ સગર્ભા અવસ્થા દરમિયાન વાહન ચલાવવાનું ટાળે. તેમજ ડોક્ટર્સે આ બાબતે આગળ આવવું જોઇએ અને સગર્ભા મહિલાઓને જાતે ડ્રાઇવિંગ નહીં કરવાની સલાહ આપવી જોઇએ.

ડ્રાઇવર્સ પણ નિયમોનું પાલન કરે
અન્ય એક ઓપ્શન એ પણ છેકે તેઓ ફાસ્ટ ડ્રાઇવિંગને અવગણે, સિગ્નલનું પાલન કરે અને સીટબેલ્ટ બાંધે. ડ્રાઇવર્સે પણ આ નિયમોનું પાલન કરવું જોઇએ. તેમજ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વ્હીકલ્સને જગ્યાં આપે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
